Friday, 4 October 2019

‘Realme X2 Pro’નું નવું ટીઝર લોન્ચ થયું, ફોનમાં સુપર VOOC ફ્લેશ ચાર્જ ટેક્નોલોજી આપવામાં આવશે

ગેજેટ ડેસ્કઃ રિઅલમી કંપનીએ ‘Realme X2 Pro’ના ટીઝરને યુરોપ અને ચીનમાં રિલીઝ કર્યું છે. તેનાથી આ ફોન જલ્દી આ ફોન ભારતમાં લોન્ચ કરવાની સંભાવના વધી ગઈ છે. ‘રિઅલમી X2 પ્રો’માં સ્નેપડ્રેગન 855+ પ્રોસેસર આપવામાં આવશે. કંપનીએ ટ્વીટકરીને આ ટીઝર લોન્ચ કર્યું છે.

રિઅલમી યુરોપએ ટ્વિટર પર નવું ટીઝર લોન્ચ કર્યું છે. પહેલાંના ટીઝરમાં ફોનમાં 65 વૉટ ફાસ્ટ ચાર્જિંગ આપવાની વાત કરવામાં આવી હતી પરંતુ, હાલ નવા ટીઝરમાં આ આંકડાને હટાવી દેવામાં આવ્યો છે. જોકે નવા ટીઝરમાં કેટલા વૉટનું ફાસ્ટ ચાર્જિંગ આપવામાં આવશે તેની માહિતી આપવામાં આવી નથી. આ ફોનમાં 90Hzની ફ્લુઈડ ડિસ્પલે આપવામાં આવશે.

કેમેરા
આ ફોનમાં 4 રિઅર કેમેરા આપવામાં આવશે. તેમાં 64MPનો પ્રાઈમરી કેમેરા આપવામાં સાથે જ ફોનમાં 115 ડિગ્રીનો અલ્ટ્રા વાઈડ લેન્સ આપવામાં આવશે. આ ફોનમાં 20x ઝૂમ સાથે કેમેરા સેટઅપ આપવામાં આવશે. જોકે ટીઝરમાં ફોનના લોન્ચિંગની તારીખ વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
New teaser for 'Realme X2 Pro' launches, SuperVOOC flash charge technology will be introduced in phones


from Divya Bhaskar https://ift.tt/32YtaUY

No comments:

Post a Comment