Monday, 14 October 2019

‘ફિટબિટ વર્સા 2’ સ્માર્ટ વોચ ભારતમાં લોન્ચ થઈ, કિંમત 20,999 રૂપિયા

ગેજેટ ડેસ્કઃ ગ્લોબલ વેઅરેબલ્સ બ્રાન્ડ ફિટબિટએ સોમવારે તેની સ્માર્ટવોચ ‘ફિટબિટ વર્સા 2’ને ભારતમાં લોન્ચ કરી છે. તેની કિંમત 20,999 રૂપિયા છે. તેમાં સ્લીપ સ્કોર અને સ્માર્ટ વેક જેવાં ઇનોવેટિવ સ્લીપ ફીચર આપવામાં આવ્યાં છે. આ સ્માર્ટવોચ યુઝરનાં સંપૂર્ણ સ્વાસ્થ્યનું ધ્યાન રાખશે. આ વોચમાં સ્વીમપ્રૂફ ડિઝાઇન આપવામાં આવી છે.

કંપનીએ ‘વર્સા 2’ની સ્પેશિયલ એડિશનને પણ લોન્ચ કરી છે. તેની કિંમત 22,999 રૂપિયા છે. તે નેવી બ્લૂ, પિંક વિથ કોપર રોઝ એલ્યુમિનિયમ કેસ અને સ્મોક વિથ મિસ્ટ ગ્રે કેસમાં ઉપલબ્ધ છે. બન્ને વોચની ખરીદી રિલાયન્સ ડિજિટલ, ક્રોમા, લેન્ડમાર્ક સહિતનાં ઓફલાઇન રિટેલ સ્ટોર્સ પરથી કરી શકાશે.

વોચ સાથે પેઈડ સબ્સ્ક્રિપશન સર્વિસ ફિટબિટ પ્રીમિયમ પણ રજૂ કરી છે. તે ફિટબિટ એપની મદદથી ડેટા કલેક્ટ કરીને યુઝરને એક્સપર્ટની મદદથી હેલ્થ અને ફિટનેસ ટિપ્સ આપવામાં આવશે. આ સ્માર્ટવોચને 819 રૂપિયાનાં EMI પર અને વાર્ષિક 6999 રૂપિયાની વાર્ષિક હપ્તાથી ખરીદી શકાય છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
'Fitbit Versa 2' smart watch launches in India, priced at Rs 20,999
'Fitbit Versa 2' smart watch launches in India, priced at Rs 20,999


from Divya Bhaskar https://ift.tt/2VMaDcb

No comments:

Post a Comment