Monday, 14 October 2019

IMC 2019 ઇવેન્ટમાં ઓનર કંપનીએ વિઝન સિરીઝનાં સ્માર્ટ ટીવી રજૂ કર્યાં

ગેજેટ ડેસ્કઃ દક્ષિણ એશિયાની સૌથી મોટી ટેક ઇવેન્ટ ઇન્ડિયન મોબાઇલ કોંગ્રેસ (IMC) 2019માં ચાઈનીઝ કંપની ઓનરએ સોમવારે પોપઅપ કેમેરાવાળું ઓનર વિઝન ટીવી રજૂ કર્યું છે. દિલ્હીમાં યોજાનાર આ ઇવેન્ટમાં કંપનીએ તેની કિંમત અને લોન્ચિંગ વિશે કોઈ માહિતી આપી નથી. ચીનમાં આ ટીવીનું વેચાણ શરૂ થઈ ગયું છે.

IMC 2019માં રજૂ કરવામાં આવેલાં આ ટીવીનાં બેઝિક વેરિઅન્ટની કિંમત ચીનમાં આશરે 38,000 રૂપિયા અને તેના પ્રો વર્ઝનની કિંમત આશરે 48,000 રૂપિયા છે. ભારતમાં પણ વિઝન સિરીઝનાં ટીવીની કિંમત તેની આસપાસ હોઈ શકે છે.
બન્ને સ્માર્ટ ટીવીમાં 55 ઇંચ 4K અને 3840×2160 પિક્સલ રિઝોલ્યુશનવાળી ડિસ્પ્લે આપવામાં આવશે. તેમાં 16:9 આસ્પેક્ટ રેશિયો, 60Hz રિફ્રેશ્ડ રેશિયો રેટ, 400 નિટ બ્રાઇટનેટસ અને 178 ડિગ્રી વ્યૂ એંગલ મળશે.

વિઝન સિરીઝનાં બંને ટીવીમાં ક્વૉડકોર Honghu 818 પ્રોસેસર વિથ Mali-G51 GPU આપવામાં આવશે. બંને મોડલમાં 2 GB રેમ અને 16 GB સ્ટોરેજ આપવામાં આવશે. કનેક્ટિવિટી માટે બ્લુટૂથ 5.0, વાઈફાઈ 802.11, 3 HDMI પોર્ટ, 3 USB પોર્ટ અને 1 ઈથરનેટ પોર્ટ આપવામાં આવશે.

વિઝન ટીવી સિરીઝનાં બંને ટીવી સ્માર્ટ હોમ હબની જેમ કામ કરશે. તેમાં મેજિક યુઆઈ 3.0 અને એમયુઆઈ 10 ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી છે. ઓનર લિંક ફીચરની મદદથી ટીવીને કમ્પેટિબલ સ્માર્ટફોનથી પણ કંટ્રોલ કરી શકાય છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
The Honor Company introduced the Vision Series smart TVs at the IMC 2019 event


from Divya Bhaskar https://ift.tt/2OKRQg1

No comments:

Post a Comment