Friday, 4 October 2019

એપલના લેટેસ્ટ આઇપેડ ‘આઇપેડ 2019’નું આજથી વેચાણ શરૂ કરવામાં આવ્યું, શરૂઆતની કિંમત 29,990 રૂપિયા

ગેજેટ ડેસ્કઃ એપલે થોડા દિવસ પહેલાં આઈફોન 11 સિરીઝ સાથે આઇપેડ 2019ને લોન્ચ કર્યું હતું. તેનું વેચાણ ભારતમાં 4 ઓક્ટોબરથી શરૂ કરવામાં આવ્યું છે. કંપનીએ 4 વેરિઅન્ટમાં આઇપેડ લોન્ચ કર્યાં છે. આ તમામ વેરિઅન્ટને સિલ્વર, સ્પેસ ગ્રે અને ગોલ્ડ કલરમાં લોન્ચ કરવામાં આવ્યાં છે.

વેરિઅન્ટ અને કિંમત

32 GB વાઈફાઈ 29,990 રૂપિયા
128 GB વાઈફાઈ 37,990 રૂપિયા
32 GB વાઈફાઈ + સેલ્યુલર 40,990 રૂપિયા
128 GB વાઈફાઈ + સેલ્યુલર 48,990 રૂપિયા

એપલના લેટેસ્ટ ‘આઇપેડ 2019’માં 10.2 ઇંચની રેટિના ડિસ્પ્લે આપવામાં આવી છે, જે મલ્ટિ ટચ અને આઇપીએસ ટેક્નોલોજી ધરાવે છે. આ ડિસ્પ્લેનું રિઝોલ્યુશન 2160x1620 પિક્સલ છે. તેની સ્ક્રીન પર ઓલિયોફોબિક કોટિંગને લીધે ફિંગરપ્રિન્ટનાં નિશાન પડતાં નથી.

આઈપેડમાં A10 ફ્યુઝન 4TH જનરેશન ચિપસેટ છે. ફોટોગ્રાફી માટે આઈપેડમાં 8MPનો રિઅર કેમેરા આપવામાં આવ્યો છે, જે 1080 પિક્સલ HD રેકોર્ડિંગ કરે છે. આઈપેડમાં 1.2MPનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. સિક્યોરિટી માટે આઈપેડમાં ટચ-આઈડીની સુવિધા આપવામાં આવી છે. આઇપેડમાં એપલ પેન્સિલ અને સ્માર્ટ કી-બૉર્ડ સપોર્ટ સામેલ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Apple's latest iPad 'iPad 2019' launches today, starting at Rs 29,990
Apple's latest iPad 'iPad 2019' launches today, starting at Rs 29,990
Apple's latest iPad 'iPad 2019' launches today, starting at Rs 29,990


from Divya Bhaskar https://ift.tt/2nfK3LM

No comments:

Post a Comment