ગેજેટ ડેસ્કઃ ચાઈનીઝ કંપની શાઓમીએ આ વર્ષે CC સિરીઝ લોન્ચ કરી છે. આ સિરીઝના ‘CC9 પ્રો’ અને ‘CC9e’ સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ ફોનનું ખાસ ફીચર 108MPનો ISOCELL બ્રાઇટ HMX રિઅર કેમેરા છે.
ચીન વેબસાઈટ Weiboએ Mi CC9 પ્રોનાં કેટલાંક સ્પેસિફિકેશન લીક કર્યાં છે. રિપોર્ટ પ્રમાણે ચીનમાં આ ફોનને 24 ઓક્ટોબરે લોન્ચ કરવામાં આવશે.
ફોનમાં કર્વ્ડ સ્ક્રીન ડિસ્પ્લે વિજનઓન્સ કંપનીને તૈયાર કરી છે. આ ફોનમાં સ્નેપડ્રેગન 730 પ્રોસેસર આપવામાં આવશે. તેમાં સેમસંગ દ્વારા તૈયાર કરવામાં આવેલો 108MPનો ISOCELL બ્રાઇટ HMX રિઅર કેમેરા છે.
આ ફોનમાં 1/1.33 ઇંચ સાઈઝનું નવું કેમેરા સેન્સર આપવામાં આવ્યું છે, જે વધારે એરિયા કવર કરે છે. આ સેન્સરથી 6K (6016x3384) વીડિયો 30 fps પર રેકોર્ડ કરી શકાય છે.
સેમસંગે આ ફોનના મેકિંગમાં ટેટ્રાસેલ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે. તેનાથી ઓછી લાઇટમાં પણ સારી ફોટોગ્રાફી કરી શકાય છે. તે ફોટોના કલર્સને પણ ઇમ્પ્રૂવ કરે છે. આ ફોન મિડરેન્જ સ્માર્ટફોન છે. ચાઈનીઝ માર્કેટમાં તેની કિંમત CNY 1,799 (આશરે 18,000) હોઈ શકે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2pFy62M
No comments:
Post a Comment