ગેજેટ ડેસ્કઃ એપલનું લેટેસ્ટ આઇપેડ (2019)નું હવે ઓપન સેલમાં વેચાણ શરૂ કરવામાં આવી રહ્યું છે. લેટેસ્ટ આઈપેડને ફ્લિપકાર્ટ અને એમેઝોન પરથી ખરીદી શકાશે. ગત મહિને કંપનીના ઇવેન્ટમાં આઈફોનની 11 સિરીઝ સાથે ‘આઇપેડ 2019’ને પણ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ આઈપેડ નવી iPad OS અને એ10 ફયુઝન પ્રોસેસર પર રન કરે છે. તેના સિલ્વર, સ્પેસ ગ્રે અને ગોલ્ડ કલર ઉપલબ્ધ છે.
વેરિઅન્ટ અને કિંમત
| 32 GB વાઈફાઈ | 29,990 રૂપિયા |
| 128 GB વાઈફાઈ | 37,990 રૂપિયા |
| 32 GB વાઈફાઈ + સેલ્યુલર | 40,990 રૂપિયા |
| 128 GB વાઈફાઈ + સેલ્યુલર | 48,990 રૂપિયા |
ઓફર
- ફ્લિપકાર્ટ પર આ આઈપેડની ખરીદી માટે ‘નો કોસ્ટ EMI’ની સુવિધા આપવામાં આવી રહી છે. SBI બેંકનાં ક્રેડિટ/ડેબિટ કાર્ડની ખરીદી પર 10%નું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. AXIS બેંકનાં ક્રેડિટ કાર્ડ પરથી આઈપેડની ખરીદી પર 5%નું કેશબેક આપવામાં આવી રહ્યું છે.
- એમેઝોનથી આઈપેડની ખરીદી પર એક્સચેન્જ ડિસ્કાઉન્ટ, ‘નો કોસ્ટ EMI’ ઓપ્શન અને ICICI બેંકનાં ક્રેડિટ/ડેબિટથી ખરીદી કરવાથી 10%નું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
- એપલનાં લેટેસ્ટ ‘આઇપેડ 2019’માં 10.2 ઇંચની રેટિના ડિસ્પ્લે આપવામાં આવી છે, જે મલ્ટિ ટચ અને આઇપીએસ ટેક્નોલોજી ધરાવે છે. આ ડિસ્પ્લેનું રિઝોલ્યુશન 2160x1620 પિક્સલ છે. તેની સ્ક્રીન પર ઓલિયોફોબિક કોટિંગને લીધે ફિંગરપ્રિન્ટનાં નિશાન પડતાં નથી.
- આઈપેડમાં A10 ફ્યુઝન 4th જનરેશન ચિપસેટ છે. ફોટોગ્રાફી માટે આઈપેડમાં 8MPનો રિઅર કેમેરા આપવામાં આવ્યો છે, જે 1080 પિક્સલનું HD રેકોર્ડિંગ કરે છે. આઈપેડમાં 1.2MPનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. સિક્યોરિટી માટે આઈપેડમાં ટચ-આઈડીની સુવિધા આપવામાં આવી છે. આઇપેડમાં એપલ પેન્સિલ અને સ્માર્ટ કી-બૉર્ડ સપોર્ટ સામેલ છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2VKaaaG
No comments:
Post a Comment