ગેજેટ ડેસ્કઃ વર્ષ 2020માં દિગ્ગજ ટેક કંપની એપલ તેનો સસ્તો સ્માર્ટફોન SE2 લોન્ચ કરી શકે છે. ‘મિંગ ચિ કયો’ ટેક્નોલોજી વેબસાઈટના રિપોર્ટ અનુસાર આ ફોનની કિંમત 28,000 રૂપિયાની આસપાસ હોઈ શકે છે. આ કિંમત સાથે આ સ્માર્ટફોન કંપનીનો સૌથી સસ્તો સ્માર્ટફોન બનશે. આ ફોનમાં ‘એ13 ચિપસેટ’ અને 3 GB ની રેમ આપવામાં આવી શકે છે. વર્તમાનમાં એપલનો સસ્તો સ્માર્ટફોન ‘આઈફોન 8’ છે.
મીડિયા રિપોર્ટ અનુસાર અપકમિંગ સ્માર્ટફોનમાં ‘એ13 પ્રોસેસર’, 3GB રેમ અને 64/128 GB સ્ટોરેજ ઓપ્શન આપવામાં આવી શકે છે. આ સાથે જ ફોનનાં સ્પેસ ગ્રે, સિલ્વર અને પ્રોડક્ટ રેડ લોન્ચ કરવામાં આવી શકે છે.
આ સ્માર્ટફોનમાં ફેસઆઈડી ફીચર આપવામાં આવશે. આઈફોન 8ની જેમ આઈફોન SE2માં વાયરલેસ ચાર્જિંગની સુવિધા નહીં મળે. આ આઇફોનમાં 3D ટચની સુવિધા નહીં આપવામાં આવે.
આ સ્માર્ટફોનમાં આઈફોન 11 સિરીઝ જેવું કેમેરા સેટઅપ આપવામાં આવી શકે છે. અપકમિંગ એપલ સ્માર્ટફોનમાં ડીપ ફ્યુઝન, નાઈટ મોડ, એક્સલન્ટ વીડિયો રેકોર્ડિંગ પણ આપવામાં આવી શકે છે.
‘આઈફોન SE2’ની ડિઝાઇન ‘આઈફોન 8’ની જેમ જ આપવામાં આવી શકે છે. એટલે કે આ ફોનમાં 5 ઈંચની ડિસ્પ્લે આપવામાં આવી શકે છે. આ ફોનમાં ‘એ13 ચિપસેટ’ અને લૉ-રિઝોલ્યુશન ડિસ્પ્લે હોવાથી તેની બેટરી લાઈફ સારી હોઈ શકે છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2BcTwGZ
No comments:
Post a Comment