 
ગેજેટ ડેસ્કઃ HMD ગ્લોબલ કંપનીએ ‘નોકિયા 6.2’ અને ‘નોકિયા 7.2’ને આ વર્ષનાં IFA ફેસ્ટિવલમાં લોન્ચ કર્યો હતો. ભારતમાં ‘નોકિયા 6.2’ને 11 ઓક્ટોબરે લોન્ચ કરવામાં આવશે અને તેનું વેચાણ 13 ઓક્ટોબરથી શરૂ કરવામાં આવશે. એમેઝોનનાં ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલમાં આ ફોનની ખરીદી કરી શકાશે. આ ફોનમાં ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ અને HDR10 ડિસ્પ્લે આપવામાં આવી છે.
આ ફોનનાં સિરામિક બ્લેક અને આઈસ કલર વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવશે. યુરોપમાં આ ફોનના 3GB રેમ અને 32GB સ્ટોરેજવાળા વેરિઅન્ટની કિંમત 199 યૂરો (15,800 રૂપિયા) છે. ભારતમાં પણ આ ફોનની કિંમત તેની આસપાસ હોઈ શકે છે.
નોકિયા 6.2નાં બેઝિક સ્પસિફિકેશન
| ડિસ્પ્લે સાઈઝ | 6.3 ઈંચ | 
| ડિસ્પ્લે ટાઈપ | HDR10 | 
| OS | એન્ડ્રોઈડ 9 પાઈ | 
| રેમ | 3 GB | 
| સ્ટોરેજ | 32 GB | 
| રિઅર કેમેરા | 16 MP + 8 MP + 5 MP | 
| ફ્રન્ટ કેમેરા | 8 MP | 
| બેટરી | 3500mAh | 
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2VuCltN
 
 
No comments:
Post a Comment