Thursday, 10 October 2019

વોડાફોન, આઈડિયા અને એરટેલના ગ્રાહકોને ફ્રી કોલિંગ સુવિધા મળતી રહેશે

ગેજેટ ડેસ્ક: રિલાયન્સ જિઓએ પ્રિપેડ અને પોસ્ટપેડ યુઝર્સની ફ્રી આઉટગોઈંગ વોઇસ કોલ્સ બંધ કર્યા બાદ હાલ માર્કેટમાં અન્ય કંપનીઓ પણ આવા નિર્ણય લેશે તેવી ઘણી અફવા ઊડી રહી છે. આ અફવાઓને દૂર કરવા માટે વોડાફોન-આઈડિયા અને એરટેલે ટ્વીટ કર્યું છે. કંપનીએ ગ્રાહકોને જણાવ્યું છે કે તેઓ તેમના યુઝર્સ પાસેથી અન્ય નેટવર્ક પર કોલ કરવાના ઇન્ટરકનેક્ટ ચાર્જ નહીં વસૂલે.

વોડાફોન-આઈડિયા અને એરટેલના ગ્રાહકોને પહેલાની જેમ જ ફ્રી કોલિંગની સુવિધા મળતી રહેશે. આ માટે એડિશનલ ટોપ અપ રિચાર્જકરાવવું નહીં પડે. ઉલ્લેખનીય છે કે, 10 ઓક્ટોબરથી રિલાયન્સ જિઓએ તેમના પ્રિપેડ અને પોસ્ટપેડ યુઝર્સ માટે આઉટગોઈંગ વોઇસ કોલ્સની સુવિધા બંધ કરી દીધી છે.

1 જાન્યુઆરી 2020થી આઇયુસી ચાર્જ ખતમ કરવાનો પ્રસ્તાવ હતો
જિઓએ જણાવ્યું કે, દરેક ઇન્ટરનેટ કોલ, ઇનકમિંગ કોલ અને જિઓથી જિઓ અને લેન્ડલાઇન પર કોલિંગ પહેલાની જેમ જ ફ્રી રહેશે. ટ્રાઇએ 1 ઓક્ટોબર 2017ના આઇયૂસી ચાર્જ 14 પૈસાથી ઘટાડીને 6 પૈસા કર્યો હતો. 1 જાન્યુઆરી 2020થી તેને પૂરી રીતે ખતમ કરવાનો પ્રસ્તાવ હતો પરંતુ ટ્રાઇ તેના ફરીથી કન્સલ્ટેશન પેપર લાવી છે. તેથી આ ચાર્જ આગળ પણ ચાલુ રહી શકે છે.

મજબૂરીમાં આ નિર્ણય લીધો
જિઓનું કહેવું છે કે, છેલ્લા ત્રણ વર્ષમાં તે આઇયુસી ચાર્જ પેટે 13,500 કરોડ રૂપિયા બીજા ઓપરેટરને ચૂકવી ચૂકી છે. અત્યાર સુધી તેનો ભાર ગ્રાહકો પર નખાયો નથી. પરંતુ 31 ડિસેમ્બર બાદ પણ આ ચાર્જ ચાલુ રહેવાની આશંકા જોતા મજબૂરીમાં આ નિર્ણય લેવો પડ્યો છે. જિયોના નેટવર્ક પર દરરોજ 25-30 કરોડ મિસ કોલ આવે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Free calling facility will be available on Voda Idea Airtel, no top up recharge will be done


from Divya Bhaskar https://ift.tt/314GqWK

No comments:

Post a Comment