ગેજેટ ડેસ્ક: મોટોરોલા કંપનીએ ભારતમાં પોતાનો લેટેસ્ટ સ્માર્ટફોન મોટોરોલા વન મેક્રો લોન્ચ કર્યો છે. કંપનીએ આ ફોન 4 GB અને 64 GBસ્ટોરેજના સિંગલ વેરિએન્ટમાં લોન્ચ કર્યો છે. તેની કિંમત 9,999 રૂપિયા છે. આ ફોનની ડિઝાઇન માઈક્રો ફોટોગ્રાફીને અનુલક્ષીને કરવામાં આવી છે. તેમાં રહેલ 2 મેગાપિક્સલના મેક્રો લેન્સથી નાની વસ્તુઓની પણ જોરદાર ફોટોગ્રાફી થઈ શકશે. કંપનીએ આ ફોન સૌથી પહેલાં ભારતના માર્કેટમાં લોન્ચ કર્યો છે.
ફોનનો પ્રથમ સેલ 12 ઓક્ટોબરથી શરુ થશે. ગ્રાહકો આ ફોનની ખરીદી ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકશે.
મોટોરોલા વન મેક્રો સ્માર્ટફોનના સ્પેસિફિકેશન
| ડિસ્પ્લે સાઈઝ | 6.2 ઇંચ |
| ડિસ્પ્લે ટાઈપ | એચડી પ્લસ,1520×720 પિક્સલ રિઝોલ્યુશન, વોટર ડ્રોપ નોચ |
| ઓએસ | એન્ડ્રોઇડ 9 પાઇ |
| પ્રોસેસર | ઓક્ટા-કોર મીડિયાટેક હીલિયો પી70 પ્રોસેસર |
| રેમ | 4 GB |
| સ્ટોરેજ | 64 GB |
| એક્સપાન્ડેબલ | 512 GB |
| બેટરી | 4000 mAh |
| રિઅર કેમેરા | 13MP(પ્રાઈમરી)+ 2MP(ડેપ્થ સેન્સર)+2MP(મેક્રો લેન્સ) |
| ફ્રન્ટ કેમેરા | 8MP |
| સિક્યોરિટી | ફિંગરપ્રિન્ટ સ્કેનર(બેક પેનલ) |
| ડાયમેંશન | 157.6x75.41x8.99 mm |
| વજન | 186 ગ્રામ |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2AYgJMZ
No comments:
Post a Comment