Wednesday, 9 October 2019

આ દિવાળી પર યૂનિક ગિફ્ટ્સના બેસ્ટ આઇડિયાઝઃ ઓરેવા વોચ, વ્હીલ ફોટો ફ્રેમ, બોન કન્ડક્શન હેડફોન અને ઘણું બધું

ગેજેટ ડેસ્કઃ સંબંધો પર્સનલ હોય કે પ્રોફેશનલ, તેમાં એક નવી તાજગીનો સંચાર કરવા માટેનો બેસ્ટ તહેવાર છે દિવાળી. મીઠાઈ, ડ્રાયફ્રૂટ્સનાં બોક્સથી લઈને ટિપિકલ દિવાળી ગિફ્ટ્સને બદલે જો આ વખતે કંઈક નવું જ ગિફ્ટ કરવા માગતા હો તો અમે તમારા માટે કેટલાક યૂનિક ગિફ્ટ આઇડિયાઝ લઇને આવ્યાં છીએ, જે આ ભેટ મેળવનારનું દિલ ખુશ કરવાની સાથે તેમની દિવાળીને યાદગાર પણ બનાવી દેશે.


1. ઓરેવા વોચ
વૉચ ક્યારેય આઉટડેટેડ થતી નથી. જો તમારે કોઈને સારી અને ઉત્તમ વસ્તુ ગિફ્ટ કરવી હોય તો Oreva Wrist Watch બેસ્ટ ચોઈસ બની શકે તેમ છે. છેક 1971થી ક્વોલિટી ઘડિયાળો બનાવવા માટે જાણીતી દેશની અગ્રણી કંપની ‘ઓરેવા ગ્રૂપ’નાં Wrist Watchનાં અવનવાં અને મનોરમ્ય મોડલ્સ બજારમાં ઉપલબ્ધ છે. અનબ્રાન્ડેડ કે લોકલ વૉચીસ લાંબો સમય ટકતી નથી, જ્યારે ઓરેવા વૉચમાં જાપાનનું મશીન વાપરવામાં આવ્યું છે. તેમજ તેમાં ઉચ્ચ કક્ષાનું પ્લેટિંગ પણ કરવામાં આવેલ છે. તદુપરાંત મહત્ત્વની વાત તો એ છે કે તે 800થી પણ વધારે અલગ-અલગ ડિઝાઈનમાં ઉપલબ્ધ છે. તેમજ તેની પ્રાઇસ રેન્જ 750થી 3000 રૂપિયા સુધીની હોવાથી મિડલ ક્લાસના ખિસ્સાને પરવડી શકે તેમ છે.


2. ફેરીસ વ્હીલ ફોટો ફ્રેમ

મેળામાં જઇએ ત્યારે ત્યાં ગોઠવાયેલાં જાયન્ટ વ્હીલ (ફજેત-ફાળકો)માં બેસવાનું ક્યારેય નથી ચૂકતા, તો આ વિન્ટેજ રાઇડ તમે ક્રાફ્ટ રૂપે કર્મચારીઓને ગિફ્ટ કરી શકો. આ દિવાળીમાં પ્રિયજનોને ફેરીસ વ્હીલ સ્ટાઈલની ફોટો ફ્રેમ આપી શકાય. જેમાં તેઓ પોતાના પ્રિયજનોના ફોટા લગાવી જૂની યાદો ફરી તાજી કરી શકશે. ફેરીસ વ્હીલ ફોટો ફ્રેમ 1,200 રૂપિયાની આસપાસ મળે છે.


3. મેગ્નેટિક હેન્ગ બેલેન્સ લેમ્પ

ટ્રેડિશનલ ટેબલ લેમ્પ કરતાં કંઇક હટકે આ મેગ્નેટિક હેન્ગ બેલેન્સ લેમ્પમાં બે વુડનના બોલ્સ આપવામાં આવે છે. બંનેમાં મેગ્નેટ લગાવેલું હોય છે. એ બંને બોલ્સ નજીક આવે ત્યારે તરત જ LED લેમ્પ ઓન થાય છે અને રૂમમાં પ્રકાશ ફેલાવે છે. એક મેગ્નેટિક બૉલને હટાવતાં લેમ્પ ઑફ થઈ જાય છે. આ તમારા પ્રિયજનો માટે પરફેક્ટ દિવાળી ગિફ્ટ રહેશે. મેગ્નેટિક હેન્ગ બેલેન્સ લેમ્પ સરેરાશ 3,800 રૂપિયાની કિંમતે મળી રહેશે.


4. 3 વોટર બોટલ્સ સેટ

પ્લાસ્ટિક સ્વાસ્થ્ય માટે કેટલું ખરાબ છે એ વાત ધ્યાનમાં રાખી કર્મચારીઓને વાંસ, માટી અને કાંસાની વોટર બોટલનો સેટ ગિફ્ટ કરી શકાય. પ્લેન અને પ્રિન્ટેડ એમ બંને ડિઝાઇનમાં આ 3 વોટર બોટલ્સના સેટની ગિફ્ટ દરેકને ઉપયોગી બનશે. આ રીતે તમે દિવાળી પર પ્રિયજનોને સારું સ્વાસ્થ્ય ગિફ્ટ કરી શકશો. 3 વોટર બોટલ્સનો સેટ માર્કેટમાં આશરે 1,000 રૂપિયામાં વેચાય છે.


5. બોન કન્ડક્શન હેડફોન્સ​​​​​​​

આ એવા વાયરલેસ હેડફોન છે, જેને કાનમાં નાખવાને બદલે કાનની આગળના ભાગમાં ભરાવવામાં આવે છે. આ અનોખું ડિવાઇસ કાનથી નહીં, બલકે ચિક બોન એટલે કે ગાલના હાડકામાં વાઈબ્રેશન્સ પસાર કરીને મ્યુઝિક સંભળાવે છે. આ અનોખા ગેજેટનો ફાયદો એ છે કે તેમાં કાન ખુલ્લા રહેવાથી અન્ય સાઉન્ડ બ્લોક થતો નથી અને લાંબા સમયથી મ્યુઝિક સાંભળવાથી કાનના પડદાને પણ નુકસાન થતું નથી. ગેજેટ લવર્સ માટે આ દિવાળીમાં બોન કન્ડક્શન હેડફોન્સ યૂનિક ગિફ્ટ રહેશે. સારી કંપનીના બોન કન્ડક્શન હેડફોન્સની પ્રારંભિક કિંમત 2,000 રૂપિયા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Best Ideas for Unique Gifts on this Diwali: Oreva Watch, Wheel Photo Frame, Bone Conduction Headphones and much more


from Divya Bhaskar https://ift.tt/31YXNJW

No comments:

Post a Comment