Friday, 18 October 2019

‘મોટો E6 પ્લે’ અને ‘મોટો G8 પ્લે‘ સ્માર્ટફોનની તસવીરો સોશિયલ મીડિયામાં લીક થઈ

ગેજેટ ડેસ્કઃ મોટોરોલાનાં અપકમિંગ સ્માર્ટફોન ‘મોટો E6 પ્લે’ અને ‘મોટો G8 પ્લે‘ની તસવીરોએ ઈન્ટરેન્ટ પર વાઈરલ થઈ રહી છે. આ અગાઉ ‘મોટો G8’ની તસવીર પણ લીક થઈ હતી. સ્માર્ટફોનની તસવીરો Tudocelular ટેક વેબસાઈટ દ્વારા લીક કરવામાં આવી છે.

મોટો E6 પ્લે
Mobielkopen વેબસાઈટ પર ‘મોટો E6 પ્લે’ની તસવીરો લીક કરવામાં આવી છે. લીક ફોટો અને કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ફોનમાં 16:9ની ડિસ્પ્લે આપવામાં આવી શકે છે. આ ફોનની બેક પેનલમાં ફિંગરપ્રિન્ટ સેન્સર અને LED ફ્લેશલાઈટ આપવામાં આવી શકે છે.

‘મોટો E6 પ્લે’માં નીચેની સાઈડ માઈક્રો-USB કાર્ડ સ્લોટ આપવામાં આવી શકે છે. લીક થેયેલી તસ્વીર અનુસાર ફોનનાં ટોપ પેનલમાં 3.5mm નો હેડફોન જેક આપવામાં આવશે. આ ફોનનાં બ્લેક અને બ્લૂ વેરિઅન્ટ લોન્ચ થઇ શકે છે. સાથે જ તેની બેક પેનલમાં ગ્રેડિઅન્ટ ફિનિશ પણ આપવામાં આવી શકે છે. આ ફોનને 24 ઓક્ટોબરે બ્રાઝિલની ઇવેન્ટમાં લોન્ચ કરવામાં આવી શકે છે.

મોટો G8 પ્લે
Tudocelular ટેક વેબસાઈટ દ્વારા મોટો G8 પ્લેની તસવીરો લીક કરવામાં આવી છે. લીક થયેલી તસવીર અનુસાર ફોનમાં કેપ્સ્યૂલ જેવાં આકારનું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ આપવામાં આવશે. આ કેમેરા સેટઅપ મોટો G8ની લીક થયેલી તસવીરમાં પણ જોવા મળ્યું છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ ફોનમાં 6.2 ઇંચની HD ડિસ્પ્લે આપવામાં આવી શકે છે. આ ફોનની બેટરી 4000 mAhની હોઈ શકે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Pictures of 'Moto E6 Play' and 'Moto G8 Play' smartphones leaked on social media
Pictures of 'Moto E6 Play' and 'Moto G8 Play' smartphones leaked on social media


from Divya Bhaskar https://ift.tt/2prU6hz

No comments:

Post a Comment