Friday, 18 October 2019

આસુસ કંપનીએ 2 સ્ક્રીનવાળા લેપટોપ ‘ઝેનબુક ડુઓ’ અને ‘ઝેનબુક પ્રો ડુઓ’ લોન્ચ કર્યાં, શરૂઆતી કિંમત 89,990 રૂપિયા

ગેજેટ ડેસ્ક: આસુસ કંપનીએ ગુરુવારે ભારતમાં તેના ડ્યુઅલ સ્ક્રીનવાળા લેપટોપની સિરીઝ લોન્ચ કરી છે. તેમાં ‘ઝેનબુક પ્રો ડુઓ’ (UX581) અને ‘ઝેનબુક ડુઓ’ (UX481) સામેલ છે. ‘ઝેનબુક પ્રો ડુઓ’ની શરૂઆતી કિંમત 2,09,990 અને ‘ઝેનબુક ડુઓ’ની શરૂઆતની કિંમત 89,990 રૂપિયા છે.

કંપનીએ 10th જનરેશનના કોર પ્રોસેસર યુક્ત રીફ્રેશ્ડ ઝેનબુક પણ લોન્ચ કર્યાં છે. તેમાં ઝેનબુક 13 અને 14ની કિંમત 84,990, ઝેનબુક 14ની કિંમત 2,14,990 રૂપિયા છે.

‘આસુસ ઝેનબુક ડુઓ’નાં બેઝિક સ્પેસિફિકેશન
આ લેપટોપમાં 14 ઇંચની ફુલ HD LED બેકલાઈટ સ્ક્રીન આપવામાં આવી છે. લેપટોપમાં 10th જનરેશનનું ઇન્ટેલ કોર i7 અથવા i5 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ લેપટોપ 16GB રેમ અને 1TB PCIe SSD સ્ટોરેજ ધરાવે છે. ગ્રાફિક્સ માટે લેપટોપમાં 2GBનાં GDDR5 VRAM સાથે Nvidia MX250 ગ્રાફિક્સ કાર્ડ આપવામાં આવ્યું છે. લેપટોપની બેટરી 70Whની છે. તેમાં ફુલ લેન્થ 1920 પિક્સલની આસુસ સ્ક્રીનપેડ પ્લસ સ્ક્રીન મેન 1080 પિક્સલ ફુલ HD LCD ડિસ્પ્લે સાથે કામ કરશે. આ લેપટોપ ફ્રેમલેસ ડિઝાઇન સાથે આપવામાં આવ્યું છે. તેમાં 90% સ્ક્રીન ટૂ બોડી રેશિયો આપવામાં આવ્યો છે.

‘આસુસ ઝેનબુક પ્રો ડુઓ’નાં બેઝિક સ્પેસિફિકેશન
આ લેપટોપમાં ઇન્ટેલ કોર i7 અથવા i9 પ્રોસેસર આપવામાં આવ્યું છે. લેપટોપમાં 32GB સુધીની રેમ અને 1TBનું સ્ટોરેજ આપવામાં આવ્યું છે. લેપટોપની બેટરી 70Whની છે. કનેક્ટિવિટી માટે લેપટોપમાં 3 થન્ડરબોલ્ટ પોર્ટ, 2 ટાઈપ-A USB પોર્ટ, 1 HDMI 2.0 પોર્ટ અને હેડફોન જેક આપવામાં આવ્યું છે. આ લેપટોપમાં વાઇફાઇ 6 અને બ્લુટૂથ 5.0 આપવામાં આવ્યું છે. ‘ઝેનબુક પ્રો ડુઓ’માં 4K UHD નેનોએજ OLED HDR ડિસ્પ્લે આપવામાં આવી છે. આ લેપટોપમાં ફ્રેમલેસ ડિઝાઇન અને અલ્ટ્રા સ્લિમ બેઝલ્સ આપવામાં આવ્યું છે. તેમાં 89% સ્ક્રીન ટુ બોડી રેશિયો આપવામાં આવ્યો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Asus company launches 2-screen laptops 'ZenBook Duo' and 'ZenBook Pro Duo', starting at Rs 89,990.
Asus company launches 2-screen laptops 'ZenBook Duo' and 'ZenBook Pro Duo', starting at Rs 89,990.
Asus company launches 2-screen laptops 'ZenBook Duo' and 'ZenBook Pro Duo', starting at Rs 89,990.


from Divya Bhaskar https://ift.tt/2puIvhS

No comments:

Post a Comment