Friday, 11 October 2019

‘OnePlus 7T પ્રો’ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ થયો, ફોનની 90 હર્ટ્ઝ રિફ્રેશ રેટ સાથેની ફ્લુઇડ ડિસ્પ્લે આકર્ષણ બની

ગેજેટ ડેસ્કઃ ભારતમાં ‘વન પ્લસ 7T પ્રો’ સ્માર્ટફોન લોન્ચ થઇ ગયો છે. લોન્ચિંગ સાથે જ તેનું વેચાણ અર્લી એક્સેસ સેલમાં 11 ઓક્ટોબર બપોરે 12 વાગ્યાથી શરૂ કરવામાં આવ્યું છે. આ દરમિયાન આ સ્માર્ટફોનને કંપનીના એક્સક્લૂસિવ સ્ટોર્સ પરથી ખરીદી શકાશે.

અમદાવાદ, બેંગલુરુ, ચેન્નઇ, દિલ્હી, હૈદરાબાદ, જયપુર, કોલકાતા, મુંબઈ અને પુણેમાં વન પ્લસના એક્સક્લૂસિવ સ્ટોર્સ પરથી આજથી આ ફોનની ખરીદી કરી શકાશે. એમેઝોન ઇન્ડિયા અને રિટેલ ઓપન સેલમાં ફોનનું વેચાણ 12 ઓક્ટોબર થી શરૂ કરવામાં આવશે. સારા ગેમિંગ અનુભવ માટે ફોનમાં કવૉલકોમ સ્નેપડ્રેગન 855+ પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ફોન લેટેસ્ટ એન્ડ્રોઇડ વર્ઝન 10 પર રન કરશે. તેના સાથે કંપનીની કસ્ટમ ઓક્સિજન ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી છે.

આ ફોનનાં 8 GB રેમ અને 256 GB સ્ટોરેજવાળા સિંગલ વેરિઅન્ટને જ ભારતમાં લોન્ચ કરવામાં આવ્યું છે. હાલના તબક્કે ભારતમાં આ ફોનનું માત્ર હેઝ બ્લૂ કલર વેરિઅન્ટ જ મળશે.

આ ફોનમાં પોપ-અપ સેલ્ફી કેમેરા, કર્વ્ડ એજ 90 હર્ટ્ઝ રિફ્રેશ રેટ સાથેની ફ્લુઇડ AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ફોનમાં અપગ્રેડેડ પોર્ટ્રેટ, મેક્રો અને રીડિંગ મોડ આપવામાં આવ્યા છે.
ફોનની ડિસ્પ્લે પર 3D કોર્નિંગ ગોરિલા ગ્લાસનું પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. ગ્રાફિક્સ માટે ફોનમાં એડ્રેનો 640 gpu અને મલ્ટિટાસ્કિંગ માટે 8 GB રેમ આપવામાં આવી છે.

‘વનપ્લસ 7T પ્રો’ની ભારતમાં કિંમત 53,999 રૂપિયા છે. લોન્ચિંગ ઓફર્સ અંતર્ગત HDFC બેંકના કાર્ડથી ખરીદી કરવાથી 3,000 રૂપિયાનું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ICICI ના ડેબિટ/ક્રેડિટ કાર્ડ પર એમેઝોનનાં સેલમાં 1700 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

આ સિવાય એરટેલ સાથે 500 રૂપિયાનાં ડિસ્કાઉન્ટ સાથે 3 મહિનાની નેટફ્લિક્સ મેમ્બરશિપ, 1 વર્ષની અમેઝોન પ્રાઈમ વીડિયો, અરેટલ ટીવી પ્રીમિયમ, Wynk અને એરટેલ સિક્યોર મેમ્બરશિપ પણ મળશે.

‘OnePlus 7T પ્રો’નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે ટાઈપ કર્વ્ડ એજ 90 હર્ટ્ઝ ફ્લુઇડ AMOLED
ડિસ્પ્લે સાઈઝ 6.67 ઈંચ
OS એન્ડ્રોઇડ 10
પ્રોસેસર કવૉલકોમ સ્નેપડ્રેગન 855+
રેમ 8 GB
સ્ટોરેજ 256 GB
રિઅર કેમેરા 48 MP + 16 MP + 8 MP
ફ્રન્ટ કેમેરા 16 MP (Sony IMX471 કેમેરા)
બેટરી

4085mAh



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
'OnePlus 7T Pro' smartphone launches in India, becomes a fluid display attraction with the phone's 90Hz refresh rate


from Divya Bhaskar https://ift.tt/311KerP

No comments:

Post a Comment