Friday, 11 October 2019

6K વીડિયો રેકોર્ડિંગવાળો દેશનો પ્રથમ કેમેરા લુમિક્સ S1H લોન્ચ, માત્ર બોડીની કિંમત 3,19,900 રૂપિયા

ગેજેટ ડેસ્ક: પેનાસોનિક કંપનીએ ભારતમાં નવો લુમિક્સ DC-S1H કેમેરા લોન્ચ કર્યો છે. આ કંપનીનો સિંગલ-લેન્સ-ફુલ-ફ્રેમ મિરરલેસ કેમેરા છે, જે સિનેમા ક્વોલિટીનો વીડિયો આઉટપુટ આપે છે. તેના 24.2 મેગાપિક્સલનો લેન્સ આપ્યો છે. આ કેમેરા નવા ડ્યુઅલ નેટિવ ISOની સાથે આવે છે. કંપનીએ દાવો કર્યો છે કે, ભારતનો આ પ્રથમ એવો કેમેરા છે, જે 6K રિઝોલ્યુશન કેપ્ચર કરે છે, તેમાં 6K રિઝોલ્યુશન વીડિયો રેકોર્ડિંગ પણ શક્ય છે.

કેમેરાની કિંમત 3,19,900 રૂપિયા(માત્ર બોડી) છે. યુઝર્સ આ કેમેરાને પેનાસોનિક રિટેલ આઉટલેટ્સ પરથી ખરીદી શકે છે. સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત કેમેરાની તો એ છે કે, તેમાં વીડિયો રેકોર્ડિંગ માટે કોઈ લિમિટ નથી. એટલે કે યુઝર કેમેરાની બેટરી કે મેમરી કાર્ડમાં જગ્યા પૂરી ન થઇ જાય ત્યાં સુધી ડાયરેક્ટ રેકોર્ડિંગ કરી શકે છે.

શું છે 6K રિઝોલ્યુશન?

6K રિઝોલ્યુશન કોઈ પણ વીડિયોની ફ્રેમ સાઈઝ બતાવે છે. એટલે કે આ કેમેરામાં રેકોર્ડ કરેલા વીડિયોની ફ્રેમ સાઈઝ હશે 6000x3000. જો કે, અત્યાર સુધી દેશના મોટા ભાગના ઘરમાં 4K ટીવી પણ નથી, એવામાં 6K રિઝોલ્યુશનના વીડિયો કેવી રીતે પ્લે થશે? કેટલાક ટીવી માર્કેટમાં છે કે 6K અને 8Kને સપોર્ટ કરે છે, પણ તેની કિંમત લાખોમાં છે. સામાન્ય માણસના બજેટની બહાર છે. જો કે, આ કેમેરામાં 6K રિઝોલ્યુશન ઓછું કરીને તેને 4K, ફુલ એચડીમાં પણ વીડિયો રેકોર્ડ કરી શકાય છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Panasonic Lumix S1H Launched in India, World’s First With 6K Video Recording Support


from Divya Bhaskar https://ift.tt/2Vy3gVA

No comments:

Post a Comment