Friday, 11 October 2019

‘ગેલેક્સી ટેબ S6’ અને 2 નવી સ્માર્ટવોચ લોન્ચ થઇ, ટેબ્લેટમાં ડ્યુઅલ રિઅર કેમેરા અને વૉચમાં ઈ-સિમ સપોર્ટ આપવામાં આવ્યો

ગેજેટ ડેસ્ક: સેમસંગ કંપનીએ ભારતમાં ત્રણ નવી પ્રોડક્ટ ગેલેક્સી ટેબ S6 ટેબ્લેટ, ગેલેક્સી વૉચ એક્ટિવ 2, ગેલેક્સી વૉચ 4G લોન્ચ કરી છે. કંપનીએ આ વર્ષે ઓગસ્ટ મહિનામાં આ પ્રોડક્ટ જાહેર કરી હતી. ગેલેક્સી ટેબ S6 ટેબ્લેટમાં 4G LTE કનેક્ટિવિટી આપી છે.

ભારતમાં સેમસંગની પ્રોડક્ટ અને તેની કિંમત
સેમસંગ ગેલેક્સી ટેબ S6ની કિંમત 59,900 રૂપિયા
સેમસંગ ગેલેક્સી વૉચ 4Gની કિંમત 28,490 (42mm વર્ઝન)
સેમસંગ ગેલેક્સી વૉચ 4Gની કિંમત 30,990(46mm વર્ઝન)
સેમસંગ ગેલેક્સી વૉચ એક્ટિવ 2ની કિંમત 26,990 રૂપિયા(એલ્યુમિનિયમ બોડી)
સેમસંગ ગેલેક્સી વૉચ એક્ટિવ 2ની કિંમત 31,990 રૂપિયા(સ્ટેનલેસ સ્ટીલ બોડી)

સેમસંગના આ દરેક ડિવાઇસનું વેચાણ ભારતમાં 11 ઓક્ટોબરથી શરુ થઈ ગયું છે. ગ્રાહક આ પ્રોડક્ટને એમેઝોન, ફ્લિપકાર્ટ, સેમસંગ ઓનલાઇન સ્ટોર અને ઓફલાઈન સેમસંગ પાર્ટનર પાસેથી ખરીદી શકશે. ગેલેક્સી ટેબ S6ને માઉન્ટેન ગ્રે અને ક્લાઉડ બ્લૂ કલર્સમાં ખરીદી શકશે. એક્ટિવ વૉચ 2ને સિલ્વર, બ્લેક અને ગોલ્ડ ફિનિશિંગમાં ખરીદી શકશે જ્યારે વૉચ એક્ટિવ 2 એલ્યુમિનિયમને બ્લેક, રોઝ ગોલ્ડ અને ક્લાઉડ સિલ્વર ફિનિશમાં ખરીદી શકશે.

‘ગેલેક્સી ટેબ S6’નાંસ્પેસિફિકેશન

ગેલેક્સી ટેબ S6 એન્ડ્રોઇડ 9.0 પાઇ ઓપરેટિંગ સિસ્ટમની સાથે કંપનીની વન UI પર રન કરશે. તેમાં 10.5 ઇંચની WQXGA સુપર એમોલ્ડ ડિસ્પ્લે આપી છે, જે HDR10ને સપોર્ટ કરે છે.

તેનું રિઝોલ્યુશન 2560x1600 પિક્સલ છે. ટેબમાં ક્વૉલકૉમ સ્નેપડ્રેગન 855 પ્રોસેસરની સાથે 8GB રેમ આપી છે.

ટેબ્લેટમાં 13 મેગાપિક્સલ અને 5 મેગાપિક્સલનો ડ્યુઅલ કેમેરા આપ્યો છે અને સેલ્ફી માટે 8 મેગાપિક્સલનો કેમેરા મળશે. ટેબ્લેટનું ઓનબોર્ડ સ્ટોરેજ 128 જીબી છે, જે માઈક્રો SD કાર્ડની મદદથી 1TB સુધી વધારી શકાય છે.

તેમાં ફિંગરપ્રિન્ટ સેન્સર આપ્યું છે. ટેબમાં 7,040 mAhની બેટરી અને S પેન સ્ટાઇલ્સ આપી છે. તેની બેટરી વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કનેક્ટિવિટી માટે તેમાં Wi-Fi
802.11ac, 4G LTE બ્લુટૂથ 5.0 આપ્યું છે.


‘સેમસંગ ગેલેક્સી વૉચ 4G’ નાં સ્પેસિફિકેશન

ગેલેક્સી વૉચ 4G નાં 46mm વેરિઅન્ટમાં 1.3 ઈંચ અને 42mm વેરિઅન્ટમાં 1.2 ઇંચની સુપર AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. તેનું રિઝોલ્યુશન 360x360 પિક્સલ છે. તેમાં ઈ-સિમ કનેક્ટિવિટી આપવામાં આવી છે. તેમાં રિલાયન્સ જિઓ અને એરટેલનું ઈ-સિમ લગાવી શકાય છે.

તેમાં ડ્યુઅલ કોર એક્સિનોસ 9110 પ્રોસેસર અને 1.5 GBની રેમ આપવામાં આવી છે. વૉચમાં 4 GB ઓન બોર્ડ સ્ટોરેજ આપવામાં આવ્યું છે. તેમાં 3G/LTE, બ્લુટૂથ v4.2,વાઈફાઈ b/g/n, NFC, A-GPS જેવી કનેક્ટિવિટી ઓપશન આપવામાં આવ્યા છે.

‘સેમસંગ ગેલેક્સી વૉચ એક્ટિવ 2’નાં સ્પેસિફિકેશન

‘ગેલેક્સી વૉચ એક્ટિવ 2’માં 1.4ની રાઉન્ડ સુપર AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. તેનું રિઝોલ્યુશન 360x360 પિક્સલ છે. વૉચની સ્ક્રીન પર ગોરિલા ગ્લાસ DX+નું પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. વૉચમાં વોટરપ્રૂફ અને ડસ્ટપ્રૂફ માટે IP68 રેટિંગ આપવામાં આવી છે.

આ વૉચમાં એક્સિનોસ 9110 પ્રોસેસર અને 1.5ની રેમ આપવામાં આવી છે. વૉચનું ઓનબોર્ડ સ્ટોરેજ 4 GB છે. આ વૉચનું બેઝલ ટચ સેન્સિટિવ છે, જે યુઝરના કલોલકવાઇઝ ફિંગર મૂવ કરવા પર કામ કરે છે. વૉચમાં હાર્ટ રેટ, ECG, ઝાયરોસ્કોપ, બેરોમીટર અને એંબિઅન્ટ લાઈટ સેન્સર આપવામાં આવ્યું છે.
.

આ વૉચને બ્લુટૂથની મદદથી સ્માર્ટફોન સાથે કનેક્ટ કરી શકાય છે. તેની મદદથી કોલ આન્સર પણ કરી શકાય છે. વૉચમાં 340mAhની બેટરી આપવામાં આવી છે, જે વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ વૉચ સ્વિમિંગ, સાયકલિંગ સહિત 39 પ્રકારનાં વર્કઆઉટને ટ્રેક કરી શકે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Galaxy Tab S6 and 2 new smartwatches launched, dual rear cameras in tablets and e-SIM support in watch


from Divya Bhaskar https://ift.tt/2ODhTFV

No comments:

Post a Comment