Tuesday, 15 October 2019

અમેરિકન કંપની Vuએ 100 ઇંચનું 4K સુપર ટીવી લોન્ચ કર્યું, શરૂઆતની કિંમત 8 લાખ રૂપિયા

ગેજેટ ડેસ્ક: અમેરિકાની કંપની Vu એ સોમવારે ભારતના માર્કેટમાં 100 ઇંચનું 4K ડિસ્પ્લેવાળું સુપર ટીવી લોન્ચ કર્યું છે. આ ટીવીની શરૂઆતની કિંમત 8 લાખ રૂપિયા છે. ગયા વર્ષે લોન્ચ કરેલા Vu 100 ટીવીના અપગ્રેડ વર્ઝન તરીકે આ ટીવીને લોન્ચ કરવામાં આવ્યું છે. આવતા અઠવાડિયાંથી આ સ્માર્ટ ટીવી વેચાણ માટે ઉપલબ્ધ થશે. ટીવીમાં યુઝરને બે ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ 10 અને એન્ડ્રોઇડ 8.0 મળશે. કંપનીનું કહેવું છે કે, આ ટીવીમાં કસ્ટમર તેની સુવિધા અને કામ પ્રમાણે ઓપરેટિંગ સિસ્ટમ સિલેક્ટ કરી શકશે.

Vuના 100 ઇંચના ટીવીમાં ઇન્ટેલ કોર i3 અને ઇન્ટેલ કોર i5 પ્રોસેસર મળશે.

આ ટીવીમાં 120 જીબીનું ઇન્ટરનલ સ્ટોરેજ અને 4 જીબી રેમ મળશે. યુઝરને ટીવીમાં સ્કાઇપ વીડિયો કોન્ફ્રેસિંગની સુવિધા પણ મળશે.

ટીવીની સાથે ક્વાટી કી-બોર્ડ અને એર માઉસ પણ મળશે, જેથી યુઝર તેને કમ્પ્યુટરની જેમ વાપરી પણ શકશે.

ટીવીની સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત તો એ છે કે, તેમાં જેબીએલ સ્પીકર અને ઈન-બિલ્ટ વઊફર મળશે, જે 2000 વોટનો પાવરફુલ સરાઉન્ડ સાઉન્ડ આઉટપુટ આપશે.

કનેક્ટિવિટી માટેટીવીમાં ત્રણ યુએસબી પોર્ટ,બ્લૂટુથ 5.0, એચડીએમઆઈ અને એવી જેવા ફીચર્સ મળશે.

કંપનીએ થોડા સમય પહેલા ભારતમાં અલ્ટ્રાએન્ડ્રોઇડ ટીવીની સિરીઝ લોન્ચ કરી હતી. આ ટીવી હાલ એમેઝોન પર ખરીદવા માટે ઉપલબ્ધ છે.

સાઈઝ કિંમત
32 ઇંચ 11,499 રૂપિયા
40 ઇંચ 18,999 રૂપિયા
43 ઇંચ 20,999 રૂપિયા




Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
American company Vu launches 100-inch 4K Super TV, starting at Rs 8 lakh


from Divya Bhaskar https://ift.tt/2OOHsUt

No comments:

Post a Comment