Tuesday, 15 October 2019

ભારતમાં 4 રિઅર કેમેરાવાળો ઈન્ફિનિક્સ S5 લોન્ચ, કિંમત 8,999 રૂપિયા

ગેજેટ ડેસ્ક: હોંગકોંગની કંપની ઈન્ફિનિક્સે ભારતના માર્કેટમાં પોતાની લેટેસ્ટ ફોન ઈન્ફિનિક્સ S5ને લોન્ચ કર્યો છે. આ ફોનની કિંમત 8,999 રૂપિયા છે. 10 હજાર કરતાં ઓછી કિંમતનો આ કંપનીનો પ્રથમ સ્માર્ટફોન છે, જેમાં પંચ હોલ ડિસ્પ્લે જોવા મળશે. ફોટોગ્રાફી માટે ફોનમાં ક્વૉડ રિઅર કેમેરા સેટઅપ છે અને સાથે જ સેલ્ફી માટે 32 મેગાપિક્સલનો કેમેરા પણ છે. કંપનીએ આ ફોન સિંગલ વેરિએન્ટમાં લોન્ચ કર્યો છે.

આ ફોનનું વેચાણ 21 ઓક્ટોબરે બપોરે 12 વાગ્યાથી શરુ થશે. યુઝર આ ફોનને ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકશે.

ઈન્ફિનિક્સ S5ના સ્પેસિફિકેશન

ડિપ્સલે સાઈઝ 6.6 ઇંચ
ડિસ્પ્લે ટાઈપ એચડી પ્લસ, 720x1600 રિઝોલ્યુશન ડિસ્પ્લે વિથ 90.5% સ્ક્રીન ટુ બોડી રેશિયો
સિમ ટાઈપ ડ્યુઅલ નેનો સિમ વિથ ડેડિકેટેડ માઈક્રો એસડી કાર્ડ સ્લોટ
ઓએસ એન્ડ્રોઇડ 9 પાઇ
પ્રોસેસર ઓક્ટા-કોર મીડિયાટેક હીલિયો પી22 પ્રોસેસર
રેમ 4 જીબી
સ્ટોરેજ 64 જીબી
એક્સપાન્ડેબલ 256 જીબી
રિઅર કેમેરા 16MP(પ્રાઈમરી સેન્સર)+ 2MP(સુપર મેક્રો લેન્સ)+ 5MP(114 ડુંગરી વ્યૂ વિથ વાઈડ એન્ગલ લેન્સ)+ 2MP(ડેપ્થ સેન્સર)
ફ્રન્ટ કેમેરા 32MP(4 ઈન 1 પિક્સલ)
બેટરી 4000 mAh









Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Infinix S5 launches in India with 4 rear cameras, priced at Rs 8,999


from Divya Bhaskar https://ift.tt/2MJ9pui

No comments:

Post a Comment