 
ગેજેટ ડેસ્કઃ દિગ્ગજ ટેક કંપની આઈફોનના 11 સિરીઝના સ્માર્ટફોન માટે લેટેસ્ટ સ્માર્ટ બેટરી કવર લોન્ચ કર્યું છે. આ સ્માર્ટ કવરની મદદથી આઈફોનની બેટરી લાઈફ 50% સુધી વધારી શકાશે. આ કવર વાયરલેસ ચાર્જિંગ ટેક્નોલોજીને સપોર્ટ કરે છે. આ કવરમાં એક ડેડિકેટેડ બટન આપવામાં આવ્યું છે, જેની મદદથી ફોનને અનલોક કર્યાં વગર કેમેરા એપ ઓપન કરી શકાય છે.
કિંમત
આ સ્માર્ટ કવર આઈફોન 11, આઈફોન 11 પ્રો અને આઈફોન 11 પ્રો મેક્સ માટે ઉપલબ્ધ છે. તેની કિંમત $129 (આશરે 9200 રૂપિયા) છે. હાલમાં આ કવરને અમેરિકામાં લોન્ચ કરવામાં આવ્યાં છે. ભારતમાં તેને કઈ કિંમત સાથે અને ક્યારે લોન્ચ કરવામાં આવશે તેની માહિતી કંપનીએ આપી નથી. આ સ્માર્ટ કવરનાં બ્લેક, વ્હાઇટ અને પિંક કલર વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યાં છે.
સ્માર્ટ બેટરી કવરનાં બેઝિક સ્પેસિફિકેશન
- સ્માર્ટ કવરની અંદર માઈક્રોફાઈબર સોફ્ટ મટિરિયલનો ઉપયોગ કરવામા આવ્યો છે.
- સ્માર્ટ કવરમાં બહારની તરફ સિલ્કી અને સોફ્ટ ટચ ફિનિશિંગવાળા સિલિકોન મટિરિયલનો ઉપયોગ કરવામા આવ્યો છે.
- સ્માર્ટ કવરમાં ડેડિકેટેડ કેમેરા બટન આપવામાં આવ્યું છે, જે ફોનના પાવર બટનની બાજુએ આપવામાં આવ્યું છે. આ બટનની મદદથી ફોનને અનલોક કર્યા વગર કેમેરા એપ ઓપન કરી શકાય છે. આ બટનને ક્વિક પ્રેસ કરવાથી ફોટો ક્લિક કરી શકાય છે અને લોન્ગ પ્રેસ કરવાથી વીડિયો શૂટ કરી શકાય છે.
- આ સ્માર્ટ કવર Qi સર્ટિફાઈડ વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ ટેક્નોલોજીથી ફોન અને સ્માર્ટ કવર બંને ચાર્જ થાય છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2OcSz8Q
 
 
 
No comments:
Post a Comment