Friday, 22 November 2019

વિવોનો U સિરીઝનો સ્માર્ટફોન 'વિવો U20' ભારતમાં લોન્ચ થયો, શરૂઆતની કિંમત 10,990 રૂપિયા

ગેજેટ ડેસ્કઃ વિવો કંપનીએ તેનો મિડરેન્જ U સિરીઝનો સમાર્ટફોન 'વિવો U20' ભારતમાં લોન્ચ કર્યો છે. આ સમાર્ટફોનનાં રેમ અને સ્ટોરેજ પ્રમાણે 2 વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યાં છે. U સિરીઝનાં આ લેટેસ્ટ સમાર્ટફોનનું વેચાણ 28 નવેમ્બરથી શરૂ થશે. ફોનની ખરીદી ઈ-કોમર્સ વેબસાઈટ એમેઝોન અને વિવોની ઓફિશિયલ સાઈટ પરથી કરી શકાશે. આ ફોનમાં ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ અને કવૉલકોમ સ્નેપડ્રેગન 675 SOc પ્રોસેસર આપવામાં આવ્યું છે.

ફોનનાં રેસિંગ બ્લેક અને બ્લેઝ બ્લૂ કલર વેરિઅન્ટને લોન્ચ કરવામાં આવ્યા છે. ફોનમાં ગ્રેડિઅન્ટ ફિનિશિંગ આપવામાં આવ્યું છે. ફોનનો સ્ક્રીન ટુ બોડી રેશિયો 90.3% છે.

વેરિઅન્ટ અને કિંમત

4GB + 64GB 10,990 રૂપિયા
6GB + 64GB 11,990 રૂપિયા


લોન્ચિંગ ઓફર
લોન્ચિંગ ઓફર હેઠળ પ્રિપેઇડ ઓર્ડર કરનાર ગ્રાહકોને 1,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે સાથે જ 6 મહિના સુધીની 'નો-કોસ્ટ EMI'ની સુવિધા પણ આપવામાં આવી રહી છે.

વિવો U20નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ 6.53 ઇંચ
ડિસ્પ્લે ટાઈપ ફુલ HD+ (1080 x 2340)
OS એન્ડ્રોઇડ 9 પાઈ
પ્રોસેસર સ્નેપડ્રેગન 675 SOc
રેમ 4GB/6GB
સ્ટોરેજ 64GB

રિઅર કેમેરા

16MP (પ્રાઈમરી કેમેરા Sony IMX499) + 8MP (વાઈડ એન્ગલ લેન્સ)+ 2MP (મેક્રો લેન્સ)
ફ્રન્ટ કેમેરા 16MP
બેટરી 5000mAh વિથ 18 વૉટ ચાર્જિંગ
કનેક્ટિવિટી 4G LTE, વાઈફાઈ, બ્લુટૂથ 5.0 , GPS




Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Vivo U Series smartphone 'Vivo U20' launches in India, starting at Rs 10,990


from Divya Bhaskar https://ift.tt/2s0iRTc

No comments:

Post a Comment