ગેજેટ ડેસ્કઃ આજે વર્લ્ડ ટેલિવિઝન ડે છે. સૌથી મોર્ડન સ્વરૂપમાં રહેલાં ટીવીનો આવિષ્કાર આજથી 95 વર્ષ પહેલાં થયો હતો. વર્ષ 1924માં બોક્સ, કાર્ડ અને પંખાની મોટરથી ટીવી તૈયાર કરવામાં આવ્યા હતું. તે ટીવીથી આજના સ્માર્ટ ટીવીનો સફર ઘણો લાંબો અને રસપ્રદ છે. રેડિયોના સમયગાળામાં ટીવીની શરૂઆત વિરોધ સાથે થઈ હતી. સમય સાથે ટીવી પ્રત્યે લોકોની રૂચિ વધવા લાગી હતી. વર્ષ 1962માં 41 ટીવી સેટ અને 1 ચેનલ સાથે ભારતમાં તેની શરૂઆત થઈ હતી. વર્ષ 1995 સુધીમાં 7 કરોડ ઘરોમાં ટેલિવિઝિનની સુવિધા પહોંચી હતી.
ભારતમાં વર્ષ 1982માં કલર ટીવીની શરૂઆત થઈ હતી. તે સમયે 8 હજારની કિંમતનું ટીવી લોકો 15 હજાર રૂપિયાની ચૂકવણી કરીને ખરીદતાં હતા. લોકોમાં ટીવીની લોકપ્રિયતા જોઈને સરકારે વિદેશથી 50 હજાર ટીવીની આયાત કરાવી હતી. સંયુક્ત રાષ્ટ્રમાં 21 નવેમ્બર 1997ના રોજ સૌ પ્રથમ વર્લ્ડ ટેલિવિઝન ડે ઉજવવામાં આવ્યો હતો. આ અવસરે ટેલિવિઝનની જર્ની વિશે કેટલીક રસપ્રદ વાતો જાણીશું.

1.પ્રથમ ટીવી: સોય અને પંખાની મોટરથી બન્યું હતું પ્રથમ ટીવી
ટેલિવિઝનના આવિષ્કારક જોન લોગી બેયર્ડ બાળપણમાં બીમાર રહેવાને કારણે સ્કૂલ જઈ શકતા ન હતા. 13 ઓગસ્ટ 1888માં સ્કોટલેન્ડમાં જન્મેલા બેયર્ડને ટેલિફોન પ્રત્યે એટલી રૂચિ હતી કે તેમણે 12 વર્ષની ઉંમરે પોતાનો ટેલિફોન વિકસાવ્યો હતો. બેયર્ડ એવું વિચારતા હતા કે એક દિવસ એવો આવશે કે લોકો હવાનાં માધ્યમથી તસવીરો મોકલશે. બેયર્ડે વર્ષ 1924માં બોક્સ, બિસ્કિટનું ટિન, સિલાઈ મશીનની સોય, કાર્ડ અને પંખાની મોટરનો ઉપયોગ કરીને ટેલિવિઝનનો આવિષ્કાર કર્યો હતો.
ટેલિવિઝનના રિમોટ કંટ્રોલની શોધ યૂજેન પોલીએ કરી હતી. યૂજેન પોલીનો જન્મ શિકાગોમાં વર્ષ 1915માં થયો હતો. તેઓ જેનિથ ઈલેક્ટ્રોનિકમાં કામ કરતા હતાં. વર્ષ 1950માં રિમોટ કંટ્રોલવાળુ પહેલું ટીવી માર્કેટમાં આવ્યું હતું, તેનું રીમોટ વાયર દ્વારા ટીવી સેટ સાથે જોડાયેલું હતું. વર્ષ 1955માં સંપૂર્ણ વાયરલેસ રિમોટ કંટ્રોલવાળા ટિવિની શરૂઆત થઈ.

2.પહેલી જાહેરાતઃ કંપનીએ 10-સેકન્ડની જાહેરાત માટે $ 9 ચૂકવ્યા હતા
વિશ્વની પહેલી જાહેરાત 1 જુલાઈ 1941માં અમેરિકામાં પ્રસારિત કરવામાં આવી હતી. આ જાહેરાત ઘડિયાળ બનાવતી કંપની બુલોવા દ્વારા આપવામાં આવી હતી. તેને એક બેસબોલ મેચ પહેલા ડબ્લ્યૂએનબીટી ચેનલ પર પ્રસારિત કરવામાં આવી હતી. 10 સેકન્ડની આ જાહેરાત માટે ઘડિયાળ કંપનીએ 9 ડોલર ચૂકવ્યા હતા.
આ જાહેરાતમાં બુલોવા કંપનીની ઘડિયાળને અમેરિકાના મેપની સાથે રાખીને બતાવવામાં આવી હતી. મેપ પર રાખવામાં આવેલ દિવાલ ઘડિયાળની તસવીર સાથે અમેરિકન રન્સ ફોર બુલોવા ટાઈમનો અવાજ એવું કંપનીનું સ્લોગન આપવામાં આવ્યું હતું.

3.પહેલું કલર ટીવી: માત્ર 500 યુનિટ તૈયાર થયા હતા, કિંમત 6200 રૂપિયા હતી
માર્ચ 1954માં વેસ્ટિંગહાઉસે પહેલું કલર ટીવી સેટ બનાવ્યું હતું. શરૂઆતમાં 500 યુનિટ્સ જ બનાવ્યા હતા. તે સમયે તેની કિંમત અંદાજે 6200 રૂપિયા હતી. એટલે એવું કહી શકાય કે એ સમયે તે સામાન્ય લોકોના પહોંચની બહાર હતું.
અમુક સમય બાદ અમેરિકન ઇલેક્ટ્રોનિક્સ કંપની આરસીએ દ્વારા કલર ટીવી CT-100 રજૂ કરવામાં આવ્યું જેની કિંમત લગભગ 5000 રૂપિયા હતી. કંપનીએ તેના 4000 યુનિટ તૈયાર કર્યા હતા. ત્યારબાદ અમેરિકન કંપની જનરલ ઇલેક્ટ્રોનિક્સે પોતાનું 15 ઇંચનું કલર ટીવી રજૂ કર્યું જેની કિંમત 5000 રૂપિયા હતી.

4.ભારતના પહેલા ખરીદાર: કોલકાતાના નિયોગી પરિવારે ખરીદ્યું હતું
ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગના વિધાર્થી બી શિવકુમારને ચેન્નાઇમાં થયેલ એક એક્ઝિબિશનમાં પહેલી વખત ટીવીને રજૂ કર્યું હતું. આ એક કેથોડ રે ટ્યૂબવાળું ટીવી હતું. જોકે તેના મારફતે બ્રોડકાસ્ટ થયું ન હતું પણ તેને ભારતના પહેલા ટીવી તરીકે ઓળખ મળી. ભારતમાં પહેલું ટેલિવિઝન કોલકાતાના એક અમિર નિયોગી પરિવારે ખરીદ્યું હતું.

5.પ્રથમવાર: ભારતમાં ટીવી જોવા માટે રસ્તા પર કર્ફ્યુ જેવો સન્નાટો
ભારતમાં ટેલિવિઝનના ઇતિહાસની સ્ટોરી દૂરદર્શનથી શરુ થઈ હતી. દૂરદર્શનની સ્થાપના 15 સપ્ટેમ્બર 1959ના રોજ થઈ હતી. આજે ભલે ટીવી પર હજારો ચેનલ આવી ગઈ હોય પણ એક સમય હતો જ્યારે દૂરદર્શનની વિચારી ન શકાય તેટલી બોલબાલા હતી. દૂરદર્શનનું નામ 'ટેલિવિઝન ઈન્ડિયા' હતું. વર્ષ 1975માં તેનું હિન્દી નામકરણ દૂરદર્શનના નામે થયું. શરૂઆતમાં દૂરદર્શન પર અઠવાડિયાંમાં માત્ર 3 દિવસ અડધો કલાક જ પ્રસારણ થયું હતું.
વર્ષ 1959માં શરુ થયેલા દૂરદર્શનનું વર્ષ 1965માં રોજ પ્રસારણ થવાનું શરુ થયું. વર્ષ 1986માં શરુ થયેલ રામાયણ અને મહાભારત સિરિયલને જોવા માટે લોકોમાં ગજબનો ઉત્સાહ હતો. આ દરમિયાન દર રવિવારે સવારે દેશભરના રસ્તા પર કર્ફ્યુ જેવો માહોલ છવાઈ જતો. લોકો રામાયણ શરુ થાય તે પહેલાં ઘરને ચોખ્ખું કરી દેતા અને અગરબત્તી કરતા. એટલું જ નહીં પણ એપિસોડ પૂરો થાય તે પહેલાં પ્રસાદ પણ વેચતા હતા.

6. પ્રથમ બુલેટિન: વર્ષ 1954માં ટીવી પર બુલેટિન વંચાયું
વર્ષ 5 જુલાઈ, 1954માં બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશને પ્રથમવાર ટેલિવિઝન પર ડેલી ન્યૂઝ બુલેટિનનું પ્રસારણ કર્યું હતું. આ દરમિયાન ટીવી પર સમાચાર એન્કરને બદલે ફોટા અને નક્શામાં જ બતાવવામાં આવતા હતા. તે વખતે કંપનીની માન્યતા હતી કે એન્કરનો ચહેરો જોવાને લીધે લોકોનું સમાચાર પરથી ધ્યાન ભટકતું હતું. તે સમયે 20 મિનિટનું ન્યૂઝ બુલેટિન રિચર્ડ બેકર વાંચતો હતો. જો કે, ત્રણ વર્ષ પછી તેને ટીવીની સ્ક્રીન પર દેખાવાનો ચાન્સ મળ્યો હતો.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2O6UprZ
No comments:
Post a Comment