ગેજેટ ડેસ્કઃ ફોન એસેસરિઝ મેકર એન્કરએ 10 વૉટનું Qi વાયરલેસ ચાર્જરને ભારતમાંલોન્ચ કર્યું છે. 10 વૉટની ચાર્જિંગ સ્પીડથી ડિવાઇસને ચાર્જ કરતું આ વાયરલેસ ચાર્જર ચાર્જિંગ પેડ જેવું છે. આ વાયરલેસ ચાર્જરની કિંમત 3,499 રૂપિયા છે. કંપની આ ચાર્જર સાથે 18 મહિનાની વોરંટી પણ આપી રહી છે. તેનાં બ્લેક કલર વેરિઅન્ટને લોન્ચ કરવામાં આવ્યું છે. તેની ખરીદી ઈ-કોમર્સ સાઈટ અને કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પરથી કરી શકાય છે.
વાયરલેસ ચાર્જરનાં બેઝિક સ્પેસિફિકેશન
- આ ચાર્જરનું ડાયમેંશન 209x127x36mm અને વજન 168 ગ્રામ છે. ચાર્જિંગની વિવિધ કન્ડિશનને આધારે તેમાં અલગ-અલગ કલરનાં ઇન્ડિકેટરની સુવિધા આપવામાં આવી છે.
- આ ચાર્જરમાં તાપમાનને કન્ટ્રોલ કરવા માટે સેન્સર, ઓવર કરન્ટ પ્રોટેક્શન અને ઓવરવોલ્ટેજ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે.
- આ ચાર્જર મોબાઈલ ફોનના 5mmથી થિન કેસ સાથે મોબાઈલને સરળતાથી ચાર્જ કરી શકશે.
- આ ચાર્જિંગ પેડમાં રેગ્યુલર ચાર્જર કનેક્ટ કરવાથી 5 વૉટનું આઉટપુટ આપે છે.
- કંપની આ ચાર્જિંગ પેડ સાથે માઈક્રો USB કેબલ આપી રહી છે પરંતુ ગ્રાહકોએ ચાર્જરની અલગથી ખરીદી કરવાની રહેશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/35hEUDa
No comments:
Post a Comment