Monday, 18 November 2019

2020માં શાઓમીના રૂ. 20,000થી વધુની કિંમતના બધા જ સ્માર્ટફોન 5Gને સપોર્ટ કરશે

ગેજેટ ડેસ્ક. ચીનમાં ચાલી રહેલી ‘ચાઈના મોબાઈલ ગ્લોબલ પાર્ટનર કોન્ફરન્સ’માં ‘શાઓમી’ના સીઈઓ લે જૂનના જણાવ્યા પ્રમાણે, 2020માં લોન્ચ થનારા 20,000 રૂપિયા કરતા વધુની કિંમતના બધા જ શાઓમી સ્માર્ટફોન 5G ક્નેક્ટિવિટીને સપોર્ટ કરશે. ગત મહિને કંપનીએ ચીનમાં પોતાનો પહેલો 5G સ્માર્ટફોન Mi cc9 પ્રો લોન્ચ કર્યો હતો. કંપનીના સીઈઓના જણાવ્યા પ્રમાણે, 2020માં શાઓમી અંદાજે 10 સ્માર્ટફોન લોન્ચ કરશે, જે 5G ક્નેક્ટિવિટીને સપોર્ટ કરશે.

અત્યારે શાઓમીના 5G સ્માર્ટફોન પોર્ટફોલિયોમાં Mi મિક્સ 3 5G (જેને 2019ની વર્લ્ડ મોબાઈલ કોંગ્રેસમાં લોન્ચ કરવામાં આવ્યો હતો), Mi 9પ્રો 5G (જેનું ચીનમાં જ માત્ર વેચાણ કરવામાં આવી રહ્યું છે) અને Mi મિક્સ અલ્ફા (પ્રોટોટાઈપ) સામેલ છે.

કંપની વર્ટિકલ ફોલ્ડેબલ ફોન બનાવી રહી છે
ચીનની સ્માર્ટફોન કંપની શાઓમી વર્ટિકલ ફોલ્ડેબલ સ્માર્ટફોન બનાવી રહી છે. આ ફોન તાજેતરમાં લોન્ચ થયેલ ‘મોટોરોલા રેઝર’ ફોલ્ડેબલ સ્માર્ટફોન જેવો હશે. શાઓમી આ પેટન્ટને ગત વર્ષે ઓગસ્ટ 2018માં બુક કરાવી હતી. તેના વિશેની જાણકારી ગત મહિને જાહેર કરવામાં આવી હતી. એવું માનવામાં આવી રહ્યું છે કે, કંપની આ ફોનને આ વર્ષના અંત સુધીમાં લોન્ચ કરી શકે છે.

‘ગિઝમોચાઈના’ નામની ટેક્નોલોજી વેબસાઈટના રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, ફોનનો જે સ્કેચ સામે આવ્યો છે તેના પરથી અંદાજ લગાવી શકાય છે કે, ફોનના ફ્રન્ટ પર એક નાની ડિસ્પ્લે હશે. તેમાં ટાઈમ, કોલર આઈડી, નોટિફિકેશન જોઈ શકાશે. અનફોલ્ડ કર્યા બાદ તે રેગ્યુલર સાઈઝનો સ્માર્ટફોન બની જશે. તેમાં પાતળી બેઝલ્સ હશે, એટલે કે ફોનમાં મોટી ડિસ્પ્લે સાઈઝ હશે. ફોનના બેક સાઈઝમાં ડ્યુઅલ રિઅર કેમેરા સેટઅપ હશે.

પાંચ કેમેરાવાળો ફોલ્ડેબલ ફોન પણ બનાવી રહી છે કંપની

શાઓમીએ ગત સપ્તાહે પાંચ પોપ-અપ કેમેરાવાળા ફોલ્ડેબલ ફોનની પેટેંટ કરાવી છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, પેટેંટમાં આપવામાં આવેલી ડિઝાઈ પ્રમાણે શાઓમીના ફોલ્ડેબલ ફોનમાં પેંટા પોપ-અપ કેમેરા સેટઅપ જોવા મળશે. જો કે, તેની ફાઈનલ ડિઝાઈનમાં ફેરફાર કરવામાં આવી શકે છે. આ પેંટા પોપ-અપ કેમેરા સેટઅપ, ફ્રંટ અને રિઅર બંને તરફ કામ કરશે. અનફોલ્ડ થવા પર કેમેરા સેટઅપ ફોન ડાબી તરફ જશે. કંપની તેને ક્લીન લુક આપવા માગે છે આ જ કારણે ઘણા કેમેરાને બદલે પેંટા પોપ-અપ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
In 2020, Xiaomi's Rs. All smartphones worth over 20,000 will support 5G


from Divya Bhaskar https://ift.tt/2NXQDkP

No comments:

Post a Comment