ગેજેટ ડેસ્ક. રિયલમી 20 નવેમ્બરે ભારતમાં પોતાનો લેટેસ્ટ સ્માર્ટફોન ‘રિયલમી X2 પ્રો’ લોન્ચ કરશે. લોન્ચિંગ પહેલાં જ રિયલમી સોમવારે તેનું પ્રી-લોન્ચિંગ સેલ આયોજિત કરી રહી છે. કંપનીએ તેને ‘બ્લાઈન્ડ ઓર્ડર’ નામ આપ્યું છે. સેલ દરમિયાન ગ્રાહક સ્માર્ટફોનને સૌથી પહેલાં ઓર્ડર કરી શકશે. ઓર્ડર કરતી વખતે ગ્રાહકને કિંમતની જાણકારી નહીં હોય. તેમાં ભાગ લેવા માટે કસ્ટમરને 1,000 રૂપિયા ડિપોઝિટ તરીકે ચૂકવવા પડશે.

21 નવેમ્બર સુધી બાકીના પૈસા જમા કરાવવા પડશે
રિયલમી ઈન્ડિયાની વેબસાઈટ www.realme.com/in/ પર જણાવ્યા પ્રમાણે, રિયલમી X2 પ્રો સ્માર્ટફોનનો બ્લાઈન્ડ ઓર્ડર સેલ સોમવારથી શરૂ થશે. જો કે સેલ કેટલા વાગે શરૂ થશે તેના વિશે કંપનીએ કોઈ જાણકારી નથી આપી.
રિયલમી કંપનીના જણાવ્યા અનુસાર, કસ્ટમરે સેલમાં ભાગ લેવા માટે 1,000 રૂપિયા ચૂકવવા પડશે. તેના દ્વારા તેઓ પોતાનો ફોન બુક કરાવી શકશે. કંપનીના જણાવ્યા મુજબ, રિયલમીના આ બ્લાઈન્ડ ઓર્ડર સેલમાં માત્ર 855 કસ્ટમર્સ રિયલમી X2 પ્રો ઓર્ડર કરી શકશે.
20 નવેમ્બરે ફોન લોન્ચ થયા બાદ, બ્લાઈન્ડ ઓર્ડર સેલમાં ભાગ લેનાર કસ્ટમર્સે અન્ય રકમ 20થી 21 નવેમ્બરની વચ્ચે જમા કરાવવાની રહેશે. લોન્ચિંગ ઈવેન્ટ 20 નવેમ્બરે બપોરે 12.30 કલાકે શરૂ થશે.
કંપનીએ થોડા દિવસ પહેલાં લોન્ચિંગ ઈવેન્ટની ટિકિટનું ઓનલાઈન વેચાણ શરૂ કર્યું હતું. આ દરમિયાન માત્ર 10 મિનિટની અંદર જ તમામ ટિકિટ વેચાઈ ગઈ હતી. કંપની 299 રૂપિયાની ટિકિટની સાથે 2,100 રૂપિયાનું બેનિફિટ્સ આપી રહી હતી.
રિયલમી X2 પ્રોના સ્પેસિફિકેશન
| ડિસ્પ્લે સાઈઝ | 6.5 ઈંચ |
| ડિસ્પ્લે ટાઈપ | ફૂલ HD+, 1080x2400 પિક્લસ, સુપર AMOLED, ફ્લૂઈડ ડિસ્પ્લે, 90Hz રિફ્રેશ્ડ રેટ, 135Hz ટચ સેમ્પલિંગ રેટ, કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 5 પ્રોટેક્શન |
| ઓપરેટિંગ સિસ્ટમ | કલર ઓએસ 6.1 બેસ્ડ એન્ડ્રોઈડ 9 પાઈ |
| પ્રોસેસર | ઓક્ટાકોર ક્વાલકોમ સ્નેપડ્રેગન 855+પ્રોસેસર |
| રેમ | 6GB/8GB/12GB |
| સ્ટોરેજ | 64GB(ડ્યુઅલ યૂએફએસ 2.1)/128GB(યૂએફએસ 3.0)/256GB(યૂએફએસ 3.0) |
| રિઅર કેમેરા | 64MP(સેમસંગ GW1 પ્રાઈમરી સેંસર)+13MP(ટેલીફોટો લેન્સ)+8MP(115 ડિગ્રી વાઈડ એન્ગલ લેન્સ)+2MP(ડેપ્થ સેંસર) |
| ફ્રંટ કેમેરા | 16MP(સોની IMX471 સેંસર) વિથ પોટ્રેટ શોર્ટ સપોર્ટ |
| કનેક્ટિવિટી | 4G, વાઈ-ફાઈ 802.11, બ્લૂટૂથ 5.0, જીપીએસ, એનએફસી, યૂએસબી ટાઈપ-સી, 3.5 MM હેડફોન જેક |
| સેંસર | એક્સીલેકોમીટર, એંબિએન્ટ લાઈટ, જાયરોસ્કોપ, મેગ્નેટોમીટર, પ્રોક્સિમિટી સેંસર |
| બેટરી | 4000mAh વિથ 50W સુપર VOOC ફ્લેશ ચાર્જ સપોર્ટ |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2rUpBCd
No comments:
Post a Comment