ગેજેટ ડેસ્ક: ભારતીય માર્કેટમાં એમેઝોને ઇકો સિરીઝનું નવું સ્પીકર ઈકો ફ્લેક્સ લોન્ચ કર્યું છે. આ પોર્ટેબલ સ્પીકરની કિંમત 2999 રૂપિયા છે. સ્પીકરની ખાસીયત એ છે કે તેને ડાયરેક્ટ ઈલકટ્રીક સોકેટમાં પ્લગ કરીને ઉપયોગમાં લઈ શકાય છે. એટલે કે આ સ્પીકરમાં કોઈ ચાર્જર કે વાયર નથી. કસ્ટમર આ સ્પીકરને એમેઝોન ઇન્ડિયાની વેબસાઈટ કે એપ પરથી પણ ખરીદી શકે છે.
ઈકો ફ્લેક્સમાં બિલ્ટ ઈન સ્પીકરની સાથે એક યુએસબી પોર્ટ પણ આપ્યો છે. આ પોર્ટની મદદથી બીજા ડિવાઇસ પણ ચાર્જ કરી શકાય છે. આ સ્પીકર સ્માર્ટ કનેક્ટિવિટી સાથે આવે છે. ઈકો ફ્લેક્સમાં 3.5mmનો ઓડિયો પોર્ટ પણ આપ્યો છે, એટેલ કે ઓક્સ કેબલની મદદથી અન્ય સ્પીકર સાથે પણ કનેક્ટ કરી શકીએ છીએ.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Otdio7
No comments:
Post a Comment