Tuesday, 19 November 2019

ગૂગલે વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાનની વીડિયો ગેમને બેસ્ટ ગેમ 2019 માટે નોમિનેટ કરી

ગેજેટ ડેસ્ક: ગૂગલે ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાનની શોર્યગાથાની સ્ટોરીવળી વીડિયો ગેમ ‘ઇન્ડિયન એર ફોર્સ: અ કટ અબોવ’ (Indian Air Force: A Cut Above)ને બેસ્ટ ગેમ્સ 2019ની યુઝર્સ ચોઈસ ગેમ કેટેગરીમાં નોમિનેટ કરી છે.

ઇન્ડિયન એરફોર્સે પોતાના ટ્વિટર અકાઉન્ટ પરથી યુઝર્સને આ ગેમને વોટ કરવાની આજીજી કરી છે, જેથી તે યુઝર્સ ચોઈસ ગેમ 2019નો અવોર્ડ જીતી શકે.આ ગેમને 31 જુલાઈએ લોન્ચ કરાઈ હતી. ગેમ લોન્ચ કરવા પાછળનો હેતુ ઇન્ડિયન એરફોર્સ તરફ લોકોને આકર્ષિત કરવાનો હતો.

10 લાખથી વધુ ડાઉનલોડ
ઇન્ડિયન એર ફોર્સ: અ કટ અબોવ એક મલ્ટિ પ્લેયર ગેમ છે. ગેમ રમનારો પ્લેયર પોતે પાઇલટ જેવો અહેસાસ કરી શકે છે. આ ગેમને અત્યાર સુધી 10 લાખથી પણ વધારે વખત ડાઉનલોડ કરી છે.આ વીડિયો ગેમ એન્ડ્રોઇડ અને આઇઓએસ પ્લેટફોર્મ પર અવેલેબલ છે

ચેલેન્જથી ભરપૂર ગેમ
મોબાઈલ ગેમની શરૂઆત એ જ ફાઈટર પ્લેન મિગ-21 વિમાન સાથે થાય છે, જેનાથી વિંગ કમાન્ડર અભિનંદને પાકિસ્તાનના એફ-16 વિમાનને પાડી દીધું હતું. તેને મિગ-21 સાથે ઉભેલા દેખાડવામાં આવ્યા છે. મોબાઈલ ગેમમાં મિગ-21 સિવાય ભવિષ્યમાં એરફોર્સમાં સામેલ થનાર રાફેલને પણ સામેલ કરવામાં આવ્યું છે. મોબાઈલ ગેમમાં રાફેલ સિવાય વાયુસેનાના મુખ્ય વિમાન સુખોઇ 30 એમકેઆઇ, મિગ-29 અને બાલાકોટમાં બોમ્બ ફેકનાર મિરાજ-2000 વિમાનોને પણ એનિમેટેડ રજૂ કરવામાં આવ્યા છે. આ ગેમ ઘણી ચેલેન્જ ભરેલી પણ યુઝર ફ્રેન્ડલી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Google Picks Air Force's Video Game To Compete For 'Best Game 2019'
Google Picks Air Force's Video Game To Compete For 'Best Game 2019'


from Divya Bhaskar https://ift.tt/35fgCK7

No comments:

Post a Comment