Thursday, 28 November 2019

મોટોરોલા કંપનીનો પ્રથમ પોપ-અપસેલ્ફી કેમેરાવાળો ફોન વન હાઈપર 3 ડિસેમ્બરે લોન્ચ થઈ શકે છે

ગેજેટ ડેસ્ક: મોટોરોલા કંપનીનો અપકમિંગ ફોન તેના લોન્ચિંગ પહેલાં જ ચર્ચાનો વિષય બન્યો છે. કંપનીનો પ્રથમ પોપ-અપ સેલ્ફી કેમેરાવાળો સ્માર્ટફોન 3 ડિસેમ્બર લોન્ચ થઈ શકે છે. કંપનીએ બ્રાઝિલમાં મીડિયાને 3 ડિસેમ્બરના રોજ લોન્ચિંગ ઈવેન્ટ માટે ઈન્વિટેશન મોકલ્યા છે. તેને જોઈને કહી શકાય કે આ ઈવેન્ટમાં વન હાઈપર સ્માર્ટફોન લોન્ચ થઈ શકે છે.આ અપકમિંગ ફોનમાં 32MPનો સેલ્ફી કેમેરા, ક્વૉલકોમ સ્નેપડ્રેગન 675 પ્રોસેસર અને 3600mAhની બેટરી આપવામાં આવી શકે છે.

એન્ડ્રોઈડપીઆઈટી વેબસાઈટ અનુસાર મોટોરોલા કંપની 3 ડિસેમ્બરના રોજ બ્રાઝિલમાં એક લોન્ચિંગ ઈવેન્ટ કરશે.કંપનીએ અપકમિંગ સ્માર્ટફોનની ટીઝર ઇમેજ પણ લોન્ચ કરી છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ સ્માર્ટફોન વન હાઈપર છે. આ ફોનમાં 6.69 ઈંચની ડિસ્પ્લે અને NFC સપોર્ટ પણ મળી શકે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ફોનમાં ડ્યુઅલ રિઅર કેમેરા સેટઅપ ફીચર મળશે. લૉ-લાઈટ ફોટોગ્રાફી માટે ફોનમાં ડેડિકેટેડ નાઈટ વીઝન મોડ પામ આપવામા આવશે. લીક થયેલી તસવીર મુજબ ફોનમાં 3.5mm ઓડિયો જેક અને USB ટાઈપ-સી પોર્ટ આપવામાં આવશે. ફોનમાં ડ્યુઅલ સિમ સપોર્ટ પણ મળી શકે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Motorola Company's First Pop-up Selfie Camera smartphone one hyper Launches on December 3


from Divya Bhaskar https://ift.tt/2q0rwV8

No comments:

Post a Comment