
ડેન્માર્કની ટેક કંપની Jabraએ ભારતમાં ‘એલિટ 45h ઓન ઈયર’ હેડફોન લોન્ચ કર્યાં છે. આ હેડફોન 50 કલાકની બેટરી લાઈફ ધરાવે છે. તે માયસાઉન્ડ ટેક્નોલોજી પર કામ કરે છે, જે દરેક વ્યક્તિને તેમની પસંદગીને આધારે ઓપ્ટિમાઈઝ અને પર્સનલાઈઝ્ડ સાઉન્ડ આઉટપુટ આપે છે. તે ગૂગલ અસિસ્ટન્ટ અને સિરી સહિતનાંવોઈસ અસિસ્ટન્ટ પણ સપોર્ટ કરે છે.
કિંમત અને ઉપલબ્ધતા
‘એલિટ 45h ઓન ઈયર’ની કિંમત 9,999 રૂપિયા છે. હેડફોનનું સિંગલ કોપર બ્લેક કલર વેરિઅન્ટ લોન્ચ થયું છે. ગ્રાહકો 6 ઓગસ્ટથી એમેઝોન પરથી તેની ખરીદી કરી શકે છે. આ હેડફોનની ટક્કર સોની WH-CH710N અને સેનહાઈઝર HD350BT હેડફોનથી થશે.
‘એલિટ 45h ઓન ઈયર’ હેડફોનનાં બેઝિક ફીચર્સ અને સ્પેસિફિકેશન
- આ હેડફોનનું ખાસ ફીચર તેનું બિલ્ટ ઈન બેટરી પેક છે, જે ફુલ ચાર્જ થવા પર 50 કલાકનું મ્યૂઝિક પ્લેબેક અથવા 40 કલાકનું ટોકટાઈમ આપે છે. બેટરી ચાર્જ કરવા માટે તેમાં USB ટાઈપ-સી પોર્ટ આપવામાં આવ્યો છે. કંપનીનો દાવો છે કે તેને 15 મિનિટ ચાર્જ કરવા પર તે 10 કલાકનું બેકઅપ આપે છે. તે ફાસ્ટ ચાર્જિંગ પણ સપોર્ટ કરે છે.
- આ હેડફોનમાં 40mmના ડ્રાઈવર્સ મળે છે, જે મ્યૂઝિક મોડમાં 20Hzથી 20kHz સુધીની ફ્રિક્વન્સી રિસ્પોન્સ રેન્જ ધરાવે છે. સ્પીકર મોડમાં તેની રેન્જ 100Hzથી 8kHz સુધી છે.
- તેમાં નોઈસ કેન્સલેશન ટેક્નોલોજી પણ આપવામાં આવી છે. હેડફોનમાં 2 માઈક્રોફોન મળે છે.
- તેમાં એમેઝોન એલેક્સા, ગૂગલ અસિસ્ટન્ટ અને સિરી સહિતનાં વોઈસ અસિસ્ટન્ટ માટે વન ટચ એક્સેસ આપવામાં આવ્યો છે.
- કનેક્ટિવિટી માટે તેમાં બ્લુટૂથ v5.0 મળે છે. અન્ય બ્લુટૂથ પ્રોફાઈલમાં તે HSP v1.2, HFP v1.7, A2DB v1.3, AVRCP v1.6 અને SSP v1.2 સપોર્ટ કરે છે.
- 2 ડિવાઈસ સાથે હેડફોનને એકસાથે કનેક્ટ કરવા માટે તેમાં મલ્ટિ કનેક્ટ ઓપ્શનની પણ સુવિધા મળે છે.
- આ હેડફોનનું વજન 160 ગ્રામ છે. સિંગલ ફોલ્ડ ડિઝાઈનમાં તેને સરળતાથી બેગમાં રાખી શકાય છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2WRJruC
No comments:
Post a Comment