Saturday, 2 November 2019

વોટ્સએપમાં ટૂંક સમયમાં ડાર્ક મોડ આપવામાં આવશે

ગેજેટ ડેસ્કઃ ઇન્ટસ્ટ મેસેજિંગ એપ વોટ્સએપમાં પણ હવે ટૂંક સમયમાં અન્ય એપ્સની જેમ ડાર્ક મોડનો ઉપયોગ કરી શકાશે. વોટ્સએપથી જોડાયેલા સમાચારોનેટ્રેક કરતી વેબસાઈટ WABetaInfoએ દાવો કર્યો છે કે વોટ્સએપમાં ડાર્ક મોડમાં 3 કન્ફિગ્યુરેશન આપવામાં આવશે. તેમાંથી 2 કન્ફિગ્યુરેશન લાગૂ પણ કરવામાં આવ્યા છે. WABetaInfoએ ટ્વીટ કરીને આ માહિતી શેર કરી છે.

WABetaInfo વેબસાઈટે iOS માટે ડાર્ક મોડનાં બંને શેડ્સને શેર કર્યાં છે. બંને શેડ્સમાં સામાન્ય ફેરફાર જોવા મળી રહ્યો છે. પ્રથમ ડાર્ક મોડમાં ટેબલ અને સેલ બેકગ્રાઉન્ડમાં ડાર્ક કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બીજા ડાર્ક મોડમાં સોફ્ટ ડાર્ક કલર્સ આપવામાં આવ્યો છે. બંને થીમ માટે ડાર્ક બબલ્સ માટે એક જ કન્ફિગ્યુરેશન આપવામાં આવ્યું છે.

આ બંને થીમ માટે ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. ડાર્ક મોડને ક્યારે લોન્ચ કરવામાં આવશે તેની ચોક્કસ માહિતી વોટ્સએપએ આપી નથી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
સૌ. WABetaInfo
સૌ. WABetaInfo


from Divya Bhaskar https://ift.tt/2Chm7vD

No comments:

Post a Comment