ગેજેટ ડેસ્કઃ ટિક્ટોકને ખરીદનારી કંપની ByteDance (બાઈટડાન્સ)એ તેનો પ્રથમ સ્માર્ટફોન 'સ્માર્ટસન જિયાંગુઓ પ્રો3'ને ચીનમાં લોન્ચ કર્યો છે. આ ફોનમાં સ્નેપડ્રેગન 855+ પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ફોનમાં યુઝર લોક સ્ક્રીનમાં સિંગલ સ્વાઈપની મદદથી ટિક્ટોક એપને એક્સેસ કરી શકશે.
આ ફોનનાં રેમ અને સ્ટોરેજ પ્રમાણે 3 વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યાં છે. તેનાં 8GB+128GB વેરિઅન્ટની કિંમત આશરે 29,000 રૂપિયા, 8GB+256GB વેરિઅન્ટની કિંમત આશરે 32,000 રૂપિયા અને 12GB+256GB વેરિઅન્ટની કિંમત આશરે 36,000 રૂપિયા છે.
સ્માર્ટસન જિયાંગુઓ પ્રો3નાં બેઝિક સ્પેસિફિકેશન
- આ ફોનમાં 6.33 ઇંચની ફુલ HD+ ડિપ્સલે આપવામાં આવી છે.
- ફોનમાં 4 રિઅર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તેમાં 48MPનો પ્રાઈમરી કેમેરા (Sony IMX586 સેન્સર) આપવામાં આવ્યો છે. આ સાથે જ 123 ડિગ્રી વ્યૂ સાથેનો 13MP નો સેકન્ડરી કેમેરા, 8MPનો વાઈડ એંગલ લેન્સ અને 5MPનો મેક્રો લેન્સ આપવામાં આવ્યો છે.
- સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 20MPનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે.
- કનેક્ટિવિટી માટે ફોનમાં 4GLTE, બ્લુટૂથ વર્ઝન 5.0, વાઈફાઈ, GPS સપોર્ટ આપવામાં આવ્યો છે.
- કંપનીએ ફોનમાં 4000mAhની બેટરી આપી છે, જે 18 વૉટ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
- જોકે આ ફોનનાં ભારતમાં લોન્ચિંગ અને કિંમત વિશે કંપનીએ કોઈ માહિતી આપી નથી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/36skwkl
No comments:
Post a Comment