Monday, 18 November 2019

MP4 ફાઈલ દ્વારા વ્હોટ્સએપ અકાઉન્ટ હેક કરવામાં આવી રહ્યા છે, એપ અપડેટ કરીને યુઝર્સ જાસુસીથી બચી શકે છે

ગેજેટ ડેસ્ક. હેકર્સે વ્હોટ્સએર સુરક્ષાને તોડવા માટે નવી રીત શોધી કાઢી છે. હેકર્સ ઈન્ફેક્ટેડ MP4 ફાઈલ દ્વારા યુઝર્સના વ્હોટ્સએપ અકાઉન્ટ હેકિંગ કરી રહ્યા છે. આ ફાઈલ પર ક્લિક કરતા જ હેકર વ્હોટ્સઅપ અકાઉન્ટનો ડેટા સેકન્ડમાં સ્કેન કરી લે છે. તે ખાસ રીતે બનાવેલ આ MP4 ફાઈલ યુઝરના ફોનમાં પહોંચતા જ કોડ એક્સિક્યૂટ કરે છે અને હેકર સુધી ફોનનો તમામ ડેટા પહોંચાડે છે. ભારતની કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (Cert-in)ચોરીની આ પદ્ધતિને ખૂબ જ જોખમી ગણાવીને યુઝર્સને એપ અપડેટ કરવાની સલાહ આપી છે.

વ્હોટ્સએપને અપડેટ કરીને હેકર્સથી બચી શકાય છે
ટીમે આ બગની ઓળખ ‘CVE-2019-11931’ તરીકે કરી છે. તે એન્ડ્રોઈડ અને iOS બંને ડિવાઈસમાં નુકસાન પહોંચાડી શકે છે. વ્હોટ્સએપે તેનાથી બચવા માટે એક સિક્યોરિટી અપડેટ જાહેર કર્યું છે. રવિવારે વ્હોટ્સએપના જણાવ્યા મુજબ, અમારી સર્વિસની સિક્યોરિટીને વધારે યોગ્ય બનાવવા માટે અમે સતત કામ કરી રહ્યા છીએ. ગંભીર મુદ્દાને ધ્યાનમાં લેતા અમે એક પબ્લિક રિપોર્ટ તૈયાર કર્યો છે, જેને સુધારવા માટે સતત કામ કરવામાં આવી રહ્યું છે. હાલમાં કોઈને નુકસાન પહોંચ્યું છે કે કેમ તે અંગે અત્યારે કોઈ કેસ સામે નથી આવ્યો.

ભારતમાં વ્હોટ્સએપના યુઝર્સ અંદાજે 40 કરોડ છે. ઈઝરાયલની NSO ગ્રુપ દ્વારા બનાવવામાં આવેલ પેગાસસ સ્પાયવેરના કારણે વ્હોટ્સએપ ચર્ચામાં છે. એવો આરોપ લગાવવામાં આવ્યો હતો કે કંપની પેગાસસ સ્પાયવેર દ્વારા સમગ્ર વિશ્વના 1,400 વ્હોટ્સએપ યુઝર્સના સ્માર્ટફોનની જાસુસી કરી રહી છે. તેમાં અંદાજે 120 ભારતીય યુઝર્સ સામેલ હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Whatsapp account being hacked by MP4 file, users can avoid spying by updating app


from Divya Bhaskar https://ift.tt/2r2sD73

No comments:

Post a Comment