ગેજેટ ડેસ્ક:ચીનનીકંપની વિવોએ પોતાનો ટ્રિપલ રિઅર કેમેરાવાળો લેટેસ્ટ ફોન વિવો Y19 ભારતમાં લોન્ચ કર્યો છે. આ ફોન 4 GB અને 128 GB સ્ટોરેજના સિંગલ વેરિએન્ટમાં ઉપલબ્ધ છે. તેની કિંમત 13,990 રૂપિયા છે. બુધવારે એટલે કે 20 નવેમ્બરથી ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ફોર્મનું વેચાણ શરુ થઈ જશે. ફોનની ફ્રન્ટ પેનલ પર વોટરડ્રોપ નોઝ ડિપ્સલે અને બેક પેનલ પર ત્રણ રિઅર કેમેરા છે.
20 નવેમ્બરથી ફોનને ફ્લિપકાર્ટ, એમેઝોન, પેટીએમ અને ટાટા ક્લિક જેવા ઈ-કોમર્સ પ્લેટફોર્મ પરથી ખરીદી શકાશે. થાઈલેન્ડમાં વિવો Y19ના 6 GB અને 64 GB વેરિએન્ટની કિંમત 16,600 રૂપિયા છે. જ્યારે ચીનમાં 6 GB રેમ અને 128 GB સ્ટોરેજના વેરિએન્ટની કિંમત 15,300 રૂપિયા છે.
વિવો Y19 સ્માર્ટફોનનાં સ્પેસિફિકેશન
| ડિસ્પ્લે સાઈઝ | 6.53 ઇંચ |
| ડિસ્પ્લે ટાઈપ | ફુલ એચડી પ્લસ (1080x2340 પિક્સલ રેઝોલ્યુશન) |
| સિમ ટાઈપ | ડ્યુઅલ નેનો સિમ |
| રેમ | 4 GB |
| સ્ટોરેજ | 128 GB |
| ઓએસ | એન્ડ્રોઇડ 9 પાઇ વિથ ફનટચ ઓએચ 9.2 |
| પ્રોસેસર | ઓક્ટા-કોર મીડિયાટેક હીલિયો P65 |
| રિઅર કેમરા | 16MP(પ્રાઈમરી સેન્સર)+8MP(વાઈડ એન્ગલ લેન્સ)+2MP(ડેપ્થ સેન્સર) |
| ફ્ર્ન્ટ કેમેરા | 16MP |
| બેટરી | 5000 mAh સપોર્ટ 18W ડ્યુઅલ એન્જીન ફાસ્ટ ચાર્જિંગ |
| ડાયમેંશન | 162.15×76.47×8.89 mm |
| વજન | 193 ગ્રામ |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2rY9P9q
No comments:
Post a Comment