Tuesday, 3 December 2019

વોડાફોન-આઈડિયાનો આખા વર્ષનો સૌથી સસ્તો પ્લાન 1,499 રૂપિયાનો છે, 24GB ડેટા મળશે

ગેજેટ ડેસ્ક. એરટેલ, વોડાફોન અને આઈડિયાના નવા ટેરિફ પ્લાન લાગુ થઈ ગયા છે. એટલે કે, હવે ગ્રાહકોને નવા રિચાર્જ પર વધુ પૈસા ચૂકવવા પડશે. કેટલાક ટેરિફ પ્લાન 50 ટકા સુધી મોંઘા થઈ ગયા છે. તેમ છતાં આ પ્લાન પર અનલિમિટેડ કોલિંગ અને અનલિમિટેડ ડેટા નહીં મળે. જો કોઈ ગ્રાહક આખા વર્ષનું રિચાર્જ કરાવે છે તો તેને થોડો ફાયદો થઈ શકે છે. જાણો તમામ કંપનીઓના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન.

વાર્ષિક પ્લાનમાં આવી રીતે ફાયદો મળશે

આખા વર્ષનો ટેરિફ પ્લાન કરાવનારા ગ્રાહકોને સૌથી વધારે લાભ મળશે. વોડાફોન અને આઈડિયા પાસે 28-દિવસની વેલિડિટી રિચાર્જ છે, જેમાં 2GB સુધીનો ડેટા મળશે. તેની કિંમત 149 રૂપિયા છે. જેમ કે, 149 રૂપિયા x 12 મહિના એટલે 1,788 રૂપિયાનો વાર્ષિક પ્લાન થાય છે.

એવી જ રીતે એરટેલમાં 28 દિવસની વેલિડિટી રિચાર્જ છે જેમાં 2GB સુધીનો ડેટા મળશે. તેની કિંમત 148 રૂપિયા છે. જેમ કે, 148 રૂપિયા x 12 મહિના=1,776 રૂપિયાનો વાર્ષિક પ્લાન થાય છે

વાર્ષિક પ્લાનમાં આટલો ફાયદો થાય છે

એરટેલનો આખા વર્ષનો સૌથી સસ્તો પ્લાન 1,498 રૂપિયા છે. તેમાં એરટેલથી એરટેલ અનલિમિટેડ કોલિંગ મળશે. અન્ય નેટવર્ક માટે 12000 FUP મિનિટ મળશે. જે સમાપ્ત થયા પછી પ્રતિ મિનિટ 6 પૈસા ચાર્જ લાગશે. આખા વર્ષ માટે 24GB ડેટા મળશે. 3600 SMS મળશે. આ પ્લાનની વેલિડિટી 365 દિવસની રહેશે. એટલે કે, આ પ્લાન લીધા બાદ ગ્રાહકને દર મહિને રિચાર્જ કરવાની જરૂર નહીં રહે અને તેને ઓછામાં ઓછા 278 રૂપિયાની બચત થશે.

વોડાફોન-આઈડિયાના પ્લાન એક જ જેવા છે. તેમનો સૌથી સસ્તો પ્લાન 1,499 રૂપિયાનો છે. તેમાં વોડાફોન-આઈડિયાથી વોડાફોન-આઈડિયા પર અનલિમિટેડ કોલિંગ મળશે. અન્ય નેટવર્ક માટે 12000 FUP મિનિટ મળશે. જે સમાપ્ત થયા પછી પ્રતિ મિનિટ 6 પૈસા ચાર્જ લાગશે. આખા વર્ષ માટે 24GB ડેટા મળશે. 3600 SMS મળશે. આ પ્લાનની વેલિડિટી 365 દિવસની રહેશે. એટલે કે આ પ્લાન લેવા પર ગ્રાહકને દર મહિને રિચાર્જ કરવવાની જરૂર નહીં રહે અને તેને 289 રૂપિયાની બચત થશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Vodafone-Idea's cheapest plan for the entire year is Rs 1,499, will get 24GB data


from Divya Bhaskar https://ift.tt/2Pc8Ryb

No comments:

Post a Comment