ગેજેટ ડેસ્ક. હ્યુઆવેઇ ‘વોચ GT 2’ ગુરુવારે ભારતીય માર્કેટમાં લોન્ચ થશે. ઓન લાઈન શોપિંગ વેબસાઈટ ફ્લિપકાર્ટ અને એમેઝોન ઈન્ડિયાની સાથે કંપનીએ ઈન્ડિયાની ઓફિશિયલ વેબસાઈટ પર આ સ્માર્ટવોચનું ‘Notify Me’પેજ કંપનીએ પહેલા જ લાઈવ કરી દીધું છે. આ વોચ ‘કિરિન A1’ ચિપસેટથી સજ્જ હશે, જેના લીધે તેની બેટરી લાંબા સમય સુઘી ચાલશે. કિરિન A1 ચિપસેટની વાત કરીએ તો તેમાં એડવાન્સ પ્રોસેસિંગ યુનિટ, પાવરફૂલ ઓડિયો પ્રોસેસિંગ યુનિટ, અલ્ટ્રા લો પાવર કન્જપ્શન એપ્લીકેશન પ્રોસેસર અને પાવર મેનેજમેન્ટ માટે અલગથી યુનિટ મળશે. આ પહેલી એવી વિયરેબલ ચિપ છે જે વાયરલેસ ઓડિયો ડિવાઈસ અને સ્માર્ટવોચને સપોર્ટ કરશે. કિરિન A1 ચિપસેટ પહેલી વખત હ્યુઆવેઇ વોચ GT 2ની સાથે ભારતીય માર્કેટમાં લોન્ચ થશે. તેની કિંમત વિશે હજું સુધી કંપનીએ કોઈ સત્તાવાર જાહેરાત નથી કરી. કંપનીના જણાવ્યા પ્રમાણે, હુવાવે વોચ GT 2ને ઓનલાઈનની સાથે સાથે ઓફલાઈન રિટેલ સ્ટોર પરથી પણ ખરીદી શકાશે.
ભારતમાં બે મોડેલ લોન્ચ કરવામાં આવી શકે છે
- ભારતીય માર્કેટમાં હ્યુઆવેઇ વોચ GT 2 સ્માર્ટવોચ, 42mm અને 46mm જેવા બે ડાયલ ઓપ્શનમાં લોન્ચ થશે.
- 46mm માં 1.39 ઈંચ 454x454 પિક્સલનું OLED ડિસ્પ્લે અને 42mm મોડેલમાં 1.2 ઈંચ 390x390 પિક્સલ OLED ડિસ્પ્લે હશે.
- વોચમાં 5 એટીએમ વોટર રેઝિસ્ટન્ટ ફીચર મળશે, એટલે કે 50 મીટર ઊંડા પાણીમાં તે 10 મિનિટ સુધી નોન સ્ટોપ કામ કરશે.
- ક્નેક્ટિવિટી માટે તેમાં બ્લૂટૂથ વર્ઝન 5.1 અને GPS સપોર્ટ છે. તેમાં ઓપ્ટિકલ હાર્ટ રેટ સેંસર, ફિટનેસ ટ્રેકિંગ અને સ્ટ્રેસ મોનિટરિંગ જેવા હાઈટેક ફીચર મળશે.
- GPS મોડ ચાલુ હોય તો પણ તે 30 કલાક બેટરી લાઈફ પ્રદાન કરે છે. સિંગલ ચાર્જમાં તેનું 46mm મોડેલ બે સપ્તાહ અને 42mm મોડેલ એક સપ્તાહ સુધી ચાલશે.
- તેમાં 500 ગીત સ્ટોર કરી શકાય છે. વોચમાં બિલ્ટ-ઈન માઈક મળશે જેનાથી યુઝર કોલિંગ કરી શકશે. તેને સ્માર્ટફોનની 150 મીટર રેન્જમાં ઉપયોગ કરી શકાય છે.
- તે એન્ડ્રોઈડ 4.4 ઓપરેટિંગ સિસ્ટમ (OS)પર આધારિત હશે. ભવિષ્યમાં તેમાં OS 9.1ની સુવિધા મળી શકે છે. તે રનિંગ, વોકિંગ, સાઈકલિંગ, જિમ મશીન સહિત 15 વર્કમોડ સપોર્ટ કરશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/384k38M
No comments:
Post a Comment