Thursday, 5 December 2019

જિઓએ નવા પ્રિપેઇડ ટેરિફ પ્લાન લોન્ચ કર્યા, અન્ય કંપની કરતાં તમામ પ્લાન 25% સુધી સસ્તા

ગેજેટ ડેસ્કઃ વિવિધ કંપનીઓએ તેના ટેરિફ પ્લાન જાહેર કર્યા બાદ બુધવારે સાંજે જિઓ કંપનીએ પણ તેના નવા પ્રિપેઇડ પ્લાન જાહેર કર્યા છે. આ તમામ નવા પ્લાન 6 ડિસેમ્બરથી લાગુ થશે. આ તમામ નવા પ્લાનમાં જિઓ ટુ જિઓની કોલિંગ સેવા ફ્રી છે. દેશભરમાં જિઓના આશરે 34 કરોડ ગ્રાહકો છે. આ તમામ ગ્રાહકોએ હવેથી મોંઘા થયેલા પ્લાનની ચૂકવણી કરવાની રહેશે.

3 ડિસેમ્બરથી વોડાફોન-આઈડિયા, એરટેલ સહિતની અનેક કંપનીઓના નવા ટેરિફ પ્લાન લાગુ થઈ ગયા છે. આ તમામ કંપનીઓના પ્લાનમાં ઇન્ટરનેટ સેવાની કિંમત 50% સુધી વધી છે. જોકે જિઓ કંપની મુજબ અન્ય કંપનીની સરખામણીએ તેના પ્લાન 15થી 25% સસ્તા છે.

જિઓના પ્રવક્તાના જણાવ્યા અનુસાર આ નવા પ્લાન સાથે યુઝરને પહેલાંની સરખામણીએ કુલમળીને 300%નો ફાયદો થશે. આ ફાયદો FUP (ફેર યુસેઝ પોલિસી)ના આધારે વિવિધ પ્લાનમા મળશે.અગાઉના 399 રૂપિયાના પ્લાનની કિંમત હવે 555 રૂપિયા કરવામાં આવી છે. તેની સાથે 3000 FUP જોડવામાં આવી છે. આ પ્લાન અગાઉના પ્લાન કરતાં 39% મોંઘો છે. તેમાં અગાઉ માત્ર 1000 FUP હતી. તમામ પ્લાનમાં યુઝરને જિઓ ની તમામ એપ્સનું ફ્રી સબ્સ્ક્રિપશન મળશે.

કંપનીએ 153 રૂપિયાના પ્લાનની કિંમતમાં વધારો કરીને 199 રૂપિયા, 198 રૂપિયાના પ્લાનની કિંમત 249 રૂપિયા, 299 રૂપિયાના પ્લાનની કિંમત 349 રૂપિયા, 349 રૂપિયાના પ્લાનની કિંમત 399 રૂપિયા, 448 રૂપિયાના પ્લાનની કિંમત 599 રૂપિયા, 1699 રૂપિયાના પ્લાનની કિંમત 2199 રૂપિયા અને 98 રૂપિયાના પ્લાનની કિંમત 129 રૂપિયા કરી છે.

199 રૂપિયાનો પ્લાન 25% સસ્તો
કંપનીના 28 દિવસની વેલિડિટીવાળા 199 રૂપિયાના પ્લાનમાં 1.5GB ડેટા પ્રતિ દિવસ અને 1000 FUP મિનિટ આપવામાં આવી છે. આ જ પ્લાન માટે અન્ય કંપની 249 નો ચાર્જ લે છે.

ઓલ-ઈન વન પ્લાન
જીઓના ઓલ-ઈન વન પ્લાનમાં 28 દિવસ માટે 3 પ્લાન, 56 દિવસ માટેના 2 પ્લાન, 84 દિવસ માટે 3 પ્લાન અને 365 દિવસ માટેના 2 પ્લાન રજૂ કર્યા છે. આ તમામ પ્લાનમાં વિવિધ FUP આપવામાં આવી રહી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Jio launches new prepaid tariff plans ALL IN ONE PLAN , up to 25% cheaper than all other companies


from Divya Bhaskar https://ift.tt/2rVFqIL

No comments:

Post a Comment