ગેજેટ ડેસ્કઃ મોટોરોલા કંપનીએ તેનો પ્રથમ પોપ-અપ સેલ્ફી કેમેરાવાળો સ્માર્ટફોન 'મોટોરોલા વન હાઇપર' અમેરિકામાં લોન્ચ કર્યો છે. આ ફોનની કિંમત $ 399.99 (આશરે 28,000 રૂપિયા) છે. ફુલ સ્ક્રીન ડિસ્પ્લેવાળા આ ફોનમાં 64MPનો પ્રાઈમરી કેમેરા આપવામાં આવ્યો છે. ફોનનું 4GB+128GB સિંગલ વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યું છે.
64MPના પ્રાઈમરી કેમેરામા ક્વૉડ પિક્સલ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કેમેરામાં નાઈટ વિઝન, રૉ કેપ્ચર, હાઈ રેન્જ ઝૂમ સહિતનાં અનેક ફીચર આપવામાં આવ્યાં છે. સિક્યોરિટી માટે ફોનની બેક પેનલમાં ફિંગરપ્રિન્ટ સેન્સર પણ અટેચ છે.
ફોનનાં ડીપ સી બ્લૂ, ડાર્ક એમ્બર અને ફ્રેશ આર્ચિડ કલર વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યા છે. જોકે ભારતમાં આ ફોનને ક્યારે અને કઈ કિંમત સાથે લોન્ચ કરવામાં આવશે તેના વિશે કંપનીએ કોઈ માહિતી આપી નથી.
મોટોરોલા વન હાઇપરનાં બેઝિક સ્પેસિફિકેશન
| ડિસ્પ્લેસાઈઝ | 6.5 ઇંચ |
| ડિસ્પ્લે ટાઈપ | ફુલ HD+ (1080 x 2340) LCD |
| OS | એન્ડ્રોઇડ 10 |
| રેમ | 4GB |
| સ્ટોરેજ | 128GB |
| રિઅર કેમેરા | 64MP (પ્રાઈમરી કેમેરા)+ 8MP (અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ) |
| ફ્રન્ટ કેમેરા | 32MP |
|
બેટરી |
બેટરી 4000mAh વિથ 45W હાઇપર ચાર્જ |
| કનેક્ટિવિટી | USB ટાઈપ-સી પોર્ટ, બ્લુટૂથ 5.0, 3.5mm ઓડિયો જેક, વાઇફાઇ |
| વજન | 200 ગ્રામ |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2LsFqXM
No comments:
Post a Comment