
ગેજેટ ડેસ્કઃ ફ્રી અનલિમિટેડ કોલ અને સસ્તુ ઇન્ટરનેટ યુઝ કરનારા યુઝર્સને ટેલિકોમ કંપનીઓ તરફથી મોટો ફટકો પડ્યો છે. દેશમાં મોબાઈલ કોલ અને ઇન્ટરનેટના ઉપયોગ માટે હવે 50% વધારે રકમ ચૂકવવી પડશે. ટેલિકોમ ક્ષેત્રમાં ટેરિક યુદ્ધ સાથે સરકારી રકમની ચૂકવણીને લીધે ખાનગી ટેલિકોમ કંપની ભારતીય એરટેલ, વોડાફોન આઈડિયા અને જિઓએ રવિવારે નવા ટેરિફ પ્લાનની જાહેરાત કરી છે.
એરટેલ અને વોડાફોન આઈડિયાનો નવો ટેરિફ પ્લાન મંગળવાર રાતે 12 વાગ્યાથી લાગુ પડશે. જિઓ કંપની તેનો નવો ટેરિફ પ્લાન 6 ડિસેમ્બરથી અમલી બનાવશે.
છેલ્લાં 5 વર્ષોમાં પ્રથમ વખત પ્રિપેઇડ પ્લાનના દરમાં વધારો કરવામા આવ્યો છે. વર્ષ 2014થી મોટા ભાગના નેટવર્ક પર વોઇસ કોલની સુવિધા લગભગ મફત બની હતી સાથે જ ડેટાની કિંમત આશરે 95% ઘટીને 269 પ્રતિ GBથી ઘટીને 11.78 રૂપિયા પ્રતિ GB થઈ હતી.
ભારતીય એરટેલ અને વોડાફોન આઈડિયાએ 50% વધારે કિંમત સાથે અનલિમિટેડ કેટેગરીમા નવા રેટ સાથે ટેરિફ પ્લાન જાહેર કર્યો છે. આ તમામ પ્લાનને હાલમાં ચાલી રહેલા પ્લાન સાથે બદલવામા આવશે.
3 ડિસેમ્બરથી એરટેલ અને વોડાફોન આઈડિયા બંને કંપનીના પ્રિપેઇડ ગ્રાહકોને 4 અઠવાડિયા સુધી મોબાઈલથી કોલિંગ અને ઇન્ટરનેટની સુવિધાનો ઉપયોગ કરવા માટે મિનિમમ 49 રૂપિયાનો ખર્ચો કરવો પડશે. બંને કંપનીએ અન્ય નેટવર્ક પર કોલિંગ માટે મર્યાદા પણ નક્કી કરી છે. 28 દિવસની વેલિડિટીવાળા પ્લાનમાં 1000 મિનિટ, 84 દિવસના પ્લાનમાં 3000 મિનિટ અને 365 દિવસના પ્લાન પર 12,000 મિનિટની કોલિંગની સુવિધા મળશે.
વોડાફોન આઈડિયા
રવિવવારે સૌ પ્રથમ વોડાફોન આઈડિયા કંપનીએ નવો ટેરિફ પ્લાન જાહેર કર્યો હતો. આ નવા પ્લાનમાં 2, 28, 84 અને 365 દિવસની વેલિડિટી સામેલ છે.
રિલાયન્સ જિઓ
જિઓ કંપની 6 ડિસેમ્બરથી અનલિમિટેડ પ્લાન લોન્ચ કરશે. કંપની અનલિમિટેડ વોઇસ અને ડેટા સાથે ઓલ-ઈન-વન પ્લાન લોન્ચ કરશે. આ પ્લાન 40% વધારે મોંઘા હશે.
એરટેલ
એરટેલ કંપનીએ પણ પોતાના નવો ટેરિફ પ્લાન જાહેર કર્યો છે. તે 50 પૈસા પ્રતિદિવસથી લઈને 2.85 રૂપિયા પ્રતિદિવસ મોંઘો બન્યો છે.
ડેટાની કિંમતમાં ઘટાડો
વર્ષ | કિંમત/GB |
2014 | 269 રૂપિયા |
2015 | 226 રૂપિયા |
2016 | 75.57 રૂપિયા |
2017 | 19.35 રૂપિયા |
2018 | 11.78 રૂપિયા |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/34FlHvz
No comments:
Post a Comment