Sunday, 1 December 2019

હુવાવે કંપનીએ તેના અપકમિંગ સ્માર્ટફોન 'નોવા 6 5G'નાં કેટલાક સ્પેસિફિકેશન જાહેર કર્યા છે

ગેજેટ ડેસ્ક: હુવાવે કંપની તેના અપકમિંગ સ્માર્ટફોન 'હુવાવે નોવા 6 5G'ને 5 ડિસેમ્બરે ચીનમાં લોન્ચ કરશે. આ ફોનનાં કેટલાક સ્પેસિફિકેશનને કંપનીએ VMall.com વેબસાઈટ પર શેર કર્યા છે. કંપની આ ફોનનાં 4 કલર વેરિઅન્ટ લોન્ચ કરશે. આ ફોનમાં 6.57 ઇંચની IPS LCD ડિસ્પ્લે આપવામાં આવી શકે છે.

ફોનમાં ઓક્ટાકોર હાઈસિલિકોન કિરિન પ્રોસેસર આપવામાં આવશે. આ ફોનમાં એન્ડ્રોઇડની લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઇડ 10 ઇન્સ્ટોલ્ડ છે. કંપની ફોનનાં 8GB/128GB અને 8GB/256GB 2 વેરિઅન્ટ લોન્ચ કરશે.

ફોનમાં 4 રિઅર કેમરા સેટઅપ આપવામાં આવશે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 32MP નો કેમેરા મળશે.

આ અપકમિંગ ફોનમાં 40 વૉટનાં ફાસ્ટ ચાર્જિંગ સાથે 4000mAhની બેટરી આપવામાં આવશે. ફોનને ભારતમાં ક્યારે અને કઈ કિંમત સાથે લોન્ચ કરવામાં આવશે તેની કંપનીએ કોઈ સ્પષ્ટતા કરી નથી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Huawei Company Announces Some Specifications of Its Upcoming Smartphone 'Nova 6 5G'


from Divya Bhaskar https://ift.tt/34BhSY1

No comments:

Post a Comment