
ગેજેટ ડેસ્કઃ ફેસબુક, ટ્વીટર અને ઇન્સ્ટાગ્રામ સહિતની સોશિયલ મીડિયા એપ્સ લોકોના જીવનનો એક ભાગ બની ગઇ છે. આ એપ્સની લોકપ્રિયતા અને તેનાં અવનવાં ફીચર્સથી લોકો આ એપ્સના ઉપયોગથી ટેવાઈ ગયા છે. છેલ્લાં ઘણા વર્ષોથી કેટલીક એપ્સએ પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે તો કેટલીક એપ્સએ પોતાનો કારોબાર ગુમાવવો પડ્યો છે. તેમાં ઓર્કુટ, ગૂગલ પ્લસ, યાહૂ મેસેન્જર અને ફ્રેન્ડસ્ટર સહિતની સોશિયલ મીડિયા એપ્સ સામેલ છે.
1.ગૂગલ પ્લસ

વર્ષ 2011માં આ એપ લોન્ચ થઈ હતી, પરંતુ ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયા એપ્સના મુકાબલે આ એપ ટકી શકી નહીં. તેની ઘટતી જતી લોકપ્રિયતા અને સુરક્ષાના કારણોસર એપ્રિલ 2019માં કંપનીએ આ એપને બંધ કરવાનો નિર્ણય કરવાનો લીધો હતો. કંપનીના જણાવ્યા અનુસાર ગૂગલ પ્લસ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હવે યુઝર્સ માટે ઉપયોગી નથી અને યુઝર્સની એક્ટિવિટી વધારવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
2.ઓર્કુટ

ઓર્કુટ એપ ફેસબુકની સફળતા અને લોકપ્રિયતા આગળ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવામાં અસફળ રહી છે. વર્ષ 2014માં આ એપને બંધ કરવામાં આવી હતી. અન્ય એપ્સની લોકપ્રિયતાને લીધે ઓર્કુટ એપનાં ગ્રોથમાં ઘટાડો જોવા મળતા એપને બંધ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ કંપનીએ ગૂગલ પ્લસ એપ લોન્ચ કરી હતી પરંતુ તેને પણ બંધ કરવાનો વારો આવ્યો હતો.
3.બ્લેકબેરી મેસેન્જર

બ્લેકબેરી કંપનીએ માર્ચ 2019માં બ્લેકબેરી મેસેન્જર એપને બંધ કરી હતી. નવા યુઝર્સને BBM સર્વિસ ન આપવાને કારણે એપને બંધ કરવામાં આવી છે. BBM તેના સમયમાં સૌથી લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ સર્વિસ હતી પરંતુ વ્હોટ્સએપ, ફેસબુક જેવી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપની લોકપ્રિયતા આગળ BBMની લોકપ્રિયતા ઘટી ગઈ હતી.
4.વાઈન

ટ્વીટરની આ સર્વિસને વર્ષ 2016માં બંધ કરવામાં આવી હતી. વાઈન એક પોપ્યુલર વીડિયો લૂપ એપ હતી, જેમાં યુઝરને 6 સેકન્ડનો વીડિયો બનાવવાની સુવિધા આપવામાં આવતી હતી. યુઝરને તેમના વીડિયો શેર કરવાની પણ સુવિધા આપવામાં આવતી હતી. જોકે ઇન્સ્ટાગ્રામ એપનાં લોન્ચિંગ પછી આ એપની લોકપ્રિયતા ઘટી હતી. વાઈન એપનામીડિયા સેલિબ્રિટીએ ઇન્સ્ટાગ્રામ વાપરવાનું શરૂ કરતા કંપનીએ એપને બંધ કરવાનો નિર્ણય લીધો હતો.
5.યાહૂ મેસેન્જર

90ના દાયકામાં પોપ્યુલર રહેલી એપને પણ વર્ષ 2018માં બંધ કરવામાં આવી હતી. એક સમયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે લોકપ્રિય રહેનારી એપ નવી એપ્સની સરખામણીએ પોતાનું અસ્તિત્ત્વ ટકાવી શકી ન હતી. આ એપનો ઉપયોગ ઈ-મેઈલ અને SMSના વિકલ્પ માટે કરવામાં આવતો હતો.
6.આઈટ્યૂન પિંગ

આ સોશિયલ નેટવર્કિંગ એપને વર્ષ 2010માં એપલ કંપનીએ લોન્ચ કરી હતી, પરંતુ આ એપને વધારે સફળતા ન મળતા વર્ષ 2017માં બંધ કરવામાં આવી હતી. આ એપને 23 દેશોમાં લોન્ચ કરવામાં આવી હતી અને તેના 10 લાખ સભ્યો હતા.
7.ફ્રેન્ડસ્ટર

વર્ષ 2003માં આ એપને લોન્ચ કરવામાં આવી હતી પરંતુ કેટલીક ટેક્નિકલ ખામીઓને લીધે એપને બંધ કરવામાં આવી હતી. આ એપમાં નવાં ફીચર્સ ઉમેરવામાં માટે અનેક મુશ્કેલીઓ આવી રહી હતી. ફેસબુકએ 4 કરોડમાં આ એપની તમામ પેટન્ટ ખરીદી હતી. વર્ષ 2015માં ફ્રેન્ડસ્ટર એપને બંધ કરવામાં આવી હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/39unBlc
No comments:
Post a Comment