Wednesday, 22 January 2020

વર્ષ 2020નાં ‘આઇપેડ’ અને ‘આઇપેડ પ્રો’માં સીઝર સ્વિચ ડિઝાઈન કી-બોર્ડનો ઉપયોગ કરવામાં આવશે

ગેજેટ ડેસ્કઃ ટેક જાયન્ટ એપલ તેના સીઝર સ્વિચ ડિઝાઈન સાથેનાં અપડેટેડ સ્માર્ટ કી-બોર્ડનો નેક્સ્ટ જરેશન ‘આઇપેડ’ અને ‘આઇપેડ પ્રો’ મોડેલ્સમાં ઊપયોગ કરશે. વર્ષ 2019માં ‘મેકબુક-પ્રો’માં આ સ્માર્ટ કી-બોર્ડને રજૂ કરવામાં આવ્યું હતું.

ચાઈનીઝ ટેક ટિપ્સર અને એપલ એનાલિસ્ટ મિંગ શી ક્યુઓના એક રિપોર્ટ પ્રમાણે વર્ષ 2020માં લોન્ચ થનારાં મોડેલ્સમાં તેનો ઉપયોગ કરવામાં આવશે.

પ્લાસ્ટિક સાથે કી-બોર્ડ પર ‘કી’ 2 પાર્ટથી જોડાયેલી હોય તેવાં કી-બોર્ડને સીઝર સ્વિચ કી-બોર્ડ કહેવામાં આવે છે. આ પ્રકારનાં કી-બોર્ડમાં ‘કી’ પ્રેસ કરીને તેને છોડી દેવામાં આવે ત્યારે તે કાતર ફરે તેમ કાર્ય કરે છે. આ અગાઉ વર્ષ 2019માં ક્યુઓએ રબર ડિઝાઇન કી બોર્ડના ઉપયોગની વાત કરી હતી.

ક્યુઓના તાજેતરના રિપોર્ટ મુજબ, વર્ષ 2020માં લોન્ચ થનારા આઇપેડ પ્રોનાં મોડેલ્સમાં રિઅર 3D સેન્સિંગ ટેક્નોલોજી આપવામાં આવશે.

આ રિપોર્ટ મુજબ એપલના સસ્તા આઈફોન ‘આઈફોન SE2’ને વર્ષ 2020ના પ્રથમ 6 માસિકગાળામાં લોન્ચ કરવામાં આવશે. ‘આઈફોન SE2’નાં મધરબોર્ડમાં 10 લેયરનું PCB (પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ) આપવામાં આવશે. આ ફોન ‘આઈફોન 8’ જેવો જ લુક આપશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
scissor-switch keyboard to be used in 'iPad' and 'iPad Pro' 2020 models


from Divya Bhaskar https://ift.tt/2TQwUGQ

No comments:

Post a Comment