ગેજેટ ડેસ્કઃ દુનિયાના સૌથી મોટા કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શૉ ‘CES 2020’ 7 જાન્યુઆરીથી શરૂ થશે. નવી ટેક્નોલોજી અને ગેજેટ્સ પર આધારિત આ શૉની ચર્ચા આખા વર્ષ દરમિયાન રહે છે. આ શૉમાં 4500થી વધારે કંપનીઓ 36 અલગ અલગ કેટેગરીમાં તેમની અપકમિંગ પ્રોડક્ટ્સ રજૂ કરશે. તેમાં 3D પ્રિંન્ટિંગ, ડિજિટલ હેલ્થ, એજ્યુકેશન ડ્રોન્સ, લાઈફસ્ટાઈવ અને વીડિયો સામેલ છે. આ શૉમાં 160 દેશોમાંથી 1.70 લાખ લોકો હાજરી આપશે. આ શૉનું આયોજન અમેરિકાના લાસ વેગસ સ્થિત કન્વેન્શન સેન્ટરમાં કરવામાં આવે છે. આ શૉ પ્રથમ વખત 1967માં ન્યૂ યોર્કમાં યોજાયો હતો.
પ્રથમ વખત યોજાનાર આ શૉમાં LG, મોટોરોલા અને ફિલિપ્સ સહિતની કુલ 250 કંપનીઓએ ભાગ લીધો હતો. તે સમયે ઇવેન્ટ 1 લાખ સ્કવેર ફૂટ વિસ્તારમાં યોજાઈ હતી. ઇવેન્ટનું મુખ્ય આકર્ષણ ઇન્ટિગ્રેટેડ સર્કિટવાળા ટીવી અને પોકેટ રેડિયો હતાં.
1 વર્ષમાં 2 વખત ઇવેન્ટ યોજાઈ
કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શૉની સફળતા જોઈને વર્ષ 1978માં 1 વર્ષમાં 2 વખત ઇવેન્ટ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જાન્યુઆરીમાં લાસ વેગસમાં વિન્ટર કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શૉ (WCES) અને જૂનમાં શિકાગોમાં સમર કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શૉ યોજાયો હતો. તે સમયે વિન્ટર કરતાં સમર શૉ વધારે પોપ્યુલર થયો હતો. તેને જોઈને વર્ષ 1995માં શૉના આયોજન માટે લાસ વેગસમાં કન્વેન્શન સેન્ટર બનાવવામાં આવ્યું હતું.
વર્ષ 2006માં આયોજિત કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શૉમાં 1.50 લાખ લોકો સામેલ થયા હતા. આ શૉ અમેરિકાનો સૌથી મોટો કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શૉ બની ગયો હતો. ત્યારબાદ દર વર્ષે આ શૉમાં 1 લાખથી વધારે વિઝિટર્સ આવતા હતા. વર્ષ 2019માં આ શૉ માં 1.75 લાખથી વધારે વિઝિટર્સ સામેલ થયા હતા. તે સમયે ઇવેન્ટનું આયોજન 1.67 લાખ સ્કેવર ફૂટ વિસ્તારમાં કરવામાં આવ્યું હતું, જે એક ક્રિકેટના મેદાન કરતાં પણ મોટી જગ્યા છે.
ઇવેન્ટમાં સૌથી વધારે ચર્ચિત પ્રોડક્ટ્સ અને ટેક્નોલોજી
| વર્ષ | પ્રોડક્ટ્સ |
| 1970 | વીસીઆર |
| 1974 | લેઝર ડિસ્ક પ્લેયર |
| 1981 | કેમકોર્ડર એન્ડ સીડી પ્લેયર |
| 1990 | ડિજિટલ ઓડિયો ટેક્નોલોજી |
| 1991 | કોમ્પેક્ટ ડિસ્ક ઈનટ્રેક્ટિવ |
| 1994 | ડિજિટલ સેટેલાઇટ સિસ્ટમ |
| 1995 | ડિજિટલ વર્સટાઈલ ડિસ્ક |
| 1998 | HD ટીવી |
| 1999 | હાર્ડ ડિસ્ક વીસીઆર |
| 2000 | સેટેલાઇટ રેડિયો |
| 2001 | માઈક્રોસોફ્ટ એક્સબોક્સ અને પ્લાઝ્મા ટીવી |
| 2002 | હોમ મીડિયા સર્વર |
| 2003 | બ્લૂ રે ડીવીડી એન્ડ HDTV ડીવીઆર |
| 2004 | HD રેડિયો |
| 2005 | આઇપીટીવી |
| 2007 | કન્વર્જન્સ ઓફર કન્ટેન્ટ એન્ડ ટેક્નોલોજી |
| 2008 | OLED ટીવી |
| 2009 | 3D HD ટીવી |
| 2012 | અલ્ટ્રાબુક્સ |
| 2013 | અલ્ટ્રા HD ટીવી |
| 2018 | 5G કનેક્ટિવિટી |
લાસ વેગસનું કન્વેન્શન સેન્ટર
લાસ વેગસ સ્થિત કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શૉનું કન્વેન્શન સેન્ટર 32 લાખ સ્કેવર ફૂટ વિસ્તારમાં ફેલાયેલું છે, જે 22 ક્રિકેટ ના મેદાન બરાબર છે. આ સેન્ટરમાં 2 લાખ સ્કવેર ફૂટ વિસ્તારમાં એક્ઝિબિટ હોલ ફ્લોર અને 2.50 લાખ સ્કેવર ફૂટમાં મીટિંગ સ્પેસ આપવામાં આવી છે. 1 લાખ ગેસ્ટ રૂમ, 20થી 2500 લોકોની ક્ષમતા ધરાવતા 144 મીટિંગ રૂમ પણ સામેલ છે. LVCVA (લાસ વેગસ કન્વેન્શન એન્ડ વિઝિટર્સ એથોરિટી) દ્વારા આ સેન્ટરને ઓપરેટ કરવામાં આવી રહ્યું છે. આ કન્વેન્શન સેન્ટર દુનિયાનું સૌથી મોટું કન્વેન્શન સેન્ટર છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2MTzaJ1
No comments:
Post a Comment