Saturday, 4 January 2020

વર્ષ 2020માં એપલ તેના ‘આઈફોન SE 2’ ફોનનાં 2 વેરિઅન્ટ લોન્ચ કરી શકે છે

ગેજેટ ડેસ્કઃ દિગ્ગ્જ ટેક કંપની એપલ 'આઈફોન SE 2'ના 2 વેરિઅન્ટ લોન્ચ કરી શકે છે. એપલ ટેક એનાલિસ્ટ મિંગ-ચી-કુઓના એક રિપોર્ટમાં આ વાત સામે આવી છે. આ રિપોર્ટ મુજબ ફોનનાં 2 વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવી શકે છે.

ટેક એનાલિસ્ટ મિંગ-ચી-કુઓના એક રિપોર્ટમાં પહેલાં જ આ વાતનો ઉલ્લેખ થયો હતો કે ફોનનાં 2 વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવશે જેમાંથી એક ‘આઈફોન SE 2’ અને બીજો ‘આઈફોન SE 2 પ્લસ’ હોઈ શકે છે. મિંગ-ચી-કુઓના નવા રિપોર્ટ મુજબ ‘આઈફોન SE 2’નાં 5.5 ઇંચ અને 6.1 ઇંચનાં વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવશે.

આ રિપોર્ટ મુજબ ‘આઈફોન SE 2’ને ‘આઈફોન 8’નાં કેટલાક ફીચર સાથે લોન્ચ કરવામાં આવશે. તેમાં 1 ટચ ID હોમ બટન અને 3GB રેમ સાથે ફાસ્ટ A13 પ્રોસેસર આપવામાં આવી શકે છે. આ ફોનનાં મધરબોર્ડમાં 10 લેયર સબસ્ટ્રેટ જેવાં PCB (પ્રિન્ટ સર્કિટ બોર્ડ)નો ઉપયોગ કરવામાં આવશે. આ પ્રકારની ટેક્નોલોજીનો ઉપયોગ આઈફોન 11 સિરીઝનાં સ્માર્ટફોનમાં થયો છે.

‘આઈફોન SE 2’માં 3D ટચ ફીચર નહીં આપવામાં આવે. સિક્યોરિટી માટે ફોનમાં ફેસ IDને બદલે ફિંગર પ્રિન્ટ સેન્સર આપવામાં આવી શકે છે. રિપોર્ટ મુજબ ફોનનાં સિલ્વર, સ્પેસ ગ્રે અને રેડ કલર વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતીકાત્મક ફોટો


from Divya Bhaskar https://ift.tt/2QEpByI

No comments:

Post a Comment