ગેજેટ ડેસ્કઃ ઇકોમર્સ કંપની ફ્લિપકાર્ટ અને એમેઝોન પર આજથી 4 દિવસ સુધી સેલ શરૂ થયો છે. ફ્લિપકાર્ટ પર સેલનું નામ ‘ધ રિપબ્લિક ડે સેલ’ અને એમેઝોન પર સેલનું નામ ‘ગ્રેટ ઇન્ડિયન સેલ’ આપવામાં આવ્યું છે. બંને કંપની પર 80% સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
ડિસ્કાઉન્ટ
ફ્લિપકાર્ટ: ICICI બેંકનાં ક્રેડિટ કાર્ડ અને કોટક મહિન્દ્રા બેંકનાં ડેબિટ કાર્ડથી ખરીદી કરવા પર 10%નું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ.
એમેઝોન: SBI બેંકનાં ક્રેડિટ કાર્ડથી ખરીદી કરવા પર 0%નું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ.

પ્રાઈમ મેમ્બર્સને ફાયદો
એમેઝોન પર પ્રાઈમ મેમ્બર્સ માટે સેલની શરૂઆત 18 જાન્યુઆરીથી થઇ ચૂકી છે. આ સેલ માટે ગ્રાહકે મેમ્બર્સશિપ મેળવવા માસિક 129 રૂપિયા ચૂકવવા પડશે.
ફ્લિપકાર્ટ પ્લસ મેમ્બર્સ માટે પણ સેલની શરૂઆત 18 જાન્યુઆરીથી થઇ ચૂકી છે. ફ્લિપકાર્ટ પ્લસ મેમ્બર્સને ફ્રી અને ફાસ્ટ ડિલિવરી, કોઈન અર્ન અને સુપિરિયર કસ્ટમર સપોર્ટ સહિતની અનેક સુવિધાઓનો લાભ મળશે.
પ્રોડક્ટ્સ અને ડિસ્કાઉન્ટ
| પ્રોડક્ટ્સ | ફ્લિપકાર્ટ | એમેઝોન |
| સ્માર્ટફોન | 40% | 40% |
| ઇલેક્ટ્રોનિક્સ | 80% | 60% |
| હોમઅપ્લાયન્સ | 80% | 80% |
| ટેલિવિઝન | 75% | 60% |
| કિચનઅપ્લાયન્સ | 80% | 80% |
| ફેશન | 80% | 80% |
| ડેઇલી પ્રોડક્ટ | 80% | 70% |

સેલના અન્ય ફાયદાઓ
ફ્લિપકાર્ટ અને એમેઝોન પર ગ્રાહકોને ‘નો કોસ્ટ EMI’, ડેબિટ કાર્ડ EMI અને બજાજ ફિનસર્વનાં બેનિફિટ્સ પણ મળશે. બજાજ ફિનસર્વનાં કાર્ડ પર ‘નો કોસ્ટ EMI’ની સુવિધા મળી રહી છે. એમેઝોન પર ICICI ક્રેડિટ કાર્ડથી ખરીદી પર 500 રૂપિયાઉ બેનિફિટ મળે છે. આ સિવાય એમેઝોન એપથી શોપિંગ કરવા પર 5 લાખ રૂપિયા સુધીના ઇનામ પણ મળશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/38lpCyQ
No comments:
Post a Comment