Sunday, 19 January 2020

વ્હોટ્સએપમાં સર્વર પ્રોબ્લેમનો ઉકેલ આવ્યો, ભારત સહિત અનેક દેશો પ્રભાવિત થયા હતા

ગેજેટ ડેસ્કઃ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વ્હોટ્સએપમાં સર્વર પ્રોબ્લેમ ઉકેલાઈ ગયો છે. વ્હોટ્સએપના સમાચારોને પ્રસારિત કરતી ટેક વેબસાઈટ WABetaInfoએ ટ્વીટ કરીને આ માહિતી આપી છે. એપમાં રવિવારે સાંજે આશરે 3 કલાક સુધી ભારત સહિત અનેક દેશોમાં ખામી જોવા મળી હતી.

નેધરલેન્ડની ટેક કંપની ડાઉનડિટેક્ટર મુજબ ભારત, યુરોપ, મલેશિયા, ઇન્ડોનેશિયા અને બ્રાઝિલના વ્હોટ્સએપ યુઝર્સ ઇમેજ, વીડિયો, સ્ટીકર અને gif સેન્ડ કરી શકતા ન હતા. જોકે આ સર્વર પ્રોબ્લેમનું મુખ્ય કારણ શું હતું તેના વિશે કંપનીએ હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આપી નથી.

જોકે આ પ્રકારની ખામી વ્હોટ્સએપમાં અગાઉ પણ જોવા મળી હતી. વર્ષ 2019માં જૂલાઈ મહિનામાં પણ વ્હોટ્સએપ શટડાઉન થયું હતું. તે સમયે ફેસબુકની માલિકીની તમામ એપ્સ વ્હોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં યુઝર્સ મીડિયા શેર કરી શકતા ન હતા.

ડાઉનડિટેક્ટર ના રિપોર્ટ અનુસાર વ્હોટ્સએપ શટડાઉન સમયે કેટલાક યુઝર્સને મેસેજ સેન્ડ અને રિસીવ કરવામાં પણ તકલીફ પડી હતી. યુઝર્સે કરેલા રિપોર્ટ્સમાંથી ત્રીજા ભાગના યુઝર્સે કનેક્ટિવિટી પ્રોબ્લેમની ફરિયાદ કરી હતી જ્યારે 1% એવા યુઝર્સ હતા જેમેણે લોગ ઈન કરવામાં તકલીફ પડી હતી.

ટેક વેબસાઈટ Top10VPN મુજબ, વર્ષ 2019માં કુલ 6,236 કલાકો સુધી વ્હોટ્સએપ શટડાઉન થયું હતું. તેનાથી વિશ્વભરમાં આશરે 5000 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
WhatsApp resolved the server problem in shutdown many countries including India were affected


from Divya Bhaskar https://ift.tt/2txitwA

No comments:

Post a Comment