ગેજેટ ડેસ્કઃ ફ્લુ (તાવ) અને ઇન્ફ્લૂએન્ઝા (શરદી) રોગ થવા પર યુઝરને અલર્ટ કરે તે માટે હવે ટેક્નોલોજીનો ઉપયોગ થશે. અમેરિકાના વૈજ્ઞાનિકોએ ફ્લૂ અને ઇન્ફ્લૂએન્ઝા થવા પર યુઝરને અલર્ટ કરે તેવી ટેક્નોલોજી વિકસાવી છે. આ ટેક્નોલોજીનો ઉપયોગ ફિટબિટ કંપનીની સ્માર્ટવૉચમાં કરવામાં આવશે. તેના માટે ફિટબિટની વોચનો ઉપયોગ કરતા યુઝર્સનાં સ્વાસ્થ્યનું અવલોકન કરવામાં આવ્યું હતું. હાર્ટ રેટમાં આવતા ફેરફારોને આધારે આ સ્માર્ટવોચ યુઝરને અલર્ટ કરે છે.
અમેરિકામાં આવેલી સ્ક્રિપ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આ રિસર્ચ કરીને ટેક્નોલોજી વિક્સાવવામાં આવી છે. રિસર્ચમાં સામેલ ઓથર ડો. જેનિફર રેડિન અનુસાર ફ્લુની જાણકારી વહેલી તકે મળી જવાથી તે ફેલાતો નથી. તેથી અમારા રિસર્ચમાં અભ્યાસ કરવામાં આવ્યો કે સેન્સર્સની મદદથી રિઅલ ટાઈમમાં ફ્લુને ઓળખી શકાય છે કે નહીં.
આ રિસર્ચમાં ફિટબિટ સ્માર્ટવોચનો ઉપયોગ કરી રહેલા 2 લાખથી વધારે યુઝર્સના ડેટાનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. સ્માર્ટવોચથી આ તમામ લોકોના હૃદયની ગતિવિધિઓ અને ઊંઘ સહિતનાં અનેક સ્વાસ્થ્ય પરિબળોને 60 દિવસ સુધી ટ્રેક કરવામાં આવ્યાં હતા.આ રિસર્ચમાં કેલિફોર્નિયા, ટેક્સાસ, ન્યૂ યોર્ક, ઇલિનોઈસ અને પેનસિલ્વેનિયાના યુઝર્સને સામેલ કરાયા હતા.
જેનિફરના જણાવ્યા અનુસાર સ્માર્ટ વોચની ક્ષમતાઓ વધારીને રિઅલ ટાઈમ ડેટા એક્સેસ કરીને દરરોજ ફ્લૂ અને ઇન્ફ્લૂએન્ઝાની જાણકારી મેળવી શકાશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2R3DLuM
No comments:
Post a Comment