ગેજેટ ડેસ્કઃ સ્માર્ટફોનની વાત આવે એટલે મનમાં તેનો લંબચોરસ આકાર જ ધ્યાનમાં આવતો હોય છે પરંતુ અમેરિકાની સ્ટાર્ટ અપ કંપની dTOOR (ડીટૂર)એ ગોળાકાર સ્ક્રીનવાળો સ્માર્ટફોન ‘Cyrcle Phone’ ફોન રજૂ કર્યો છે. આ સ્માર્ટફોનમાં 2 હેડફોન જેક આપવામાં આવ્યા છે. પહેલી નજરે તે એક મેકઅપ મિરર જેવો દેખાય છે.
આ ફોનમાં સેલ્ફી માટે 13MPનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. સ્ટાર્ટ કંપનીએ આ ફોનને નાની હથેળી ધરાવતા યુઝરને ધ્યાનમાં રાખીને તૈયાર કર્યો છે. આ સ્માર્ટફોનને આરામથી પોકેટમાં રાખી શકાય છે.
‘Cyrcle Phone’નાં બેઝિક સ્પેસિફિકેશન
- આ ફોનમાં અન્ય સ્માર્ટફોનની જેમ LED ડિસ્પ્લે આપવામાં આવી છે, જોકે તેની સાઈઝ વિશે કંપનીએ કોઈ ખુલાસો કર્યો નથી.
- ‘Cyrcle Phone’ 4G LTE નેટવર્ક સપોર્ટ કરે છે.
- આ ફોન એન્ડ્રોઇડ 9 પાઈ ઓપરેટિંગ સિસ્ટમ પર રન કરે છે.
કંપનીએ અમેરિકામાં તેનું પ્રિ-બુકિંગ શરૂ કર્યું છે જોકે તેને આવતા વર્ષે ગ્લોબલી લોન્ચ કરવામાં આવશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2TbIYlC
No comments:
Post a Comment