ગેજેટ ડેસ્કઃ અમેરિકાના લાસ વેગસમાં ચાલી રહેલાં કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શૉ CES 2020માં સેમસંગે પોર્ટેબલ SSD (સોલિડ સ્ટેટ ડ્રાઈવ) લોન્ચ કરી છે. તેનો મોડેલ નંબર SSD T7 ટચ છે. ડ્રાઈવને સિક્યોરિટી આપવા માટે કંપનીએ તેમાં ફિંગર પ્રિન્ટ સેન્સરની સુવિધા આપી છે. તેથી યુઝર સિવાય આ ડ્રાઈવને અન્ય કોઈ પણ એક્સેસ કરી શકશે નહીં. શરૂઆતમાં 30 દેશોમાં આ ડ્રાઈવનું વેચાણ શરૂ કરવામાં આવશે. ભારતમાં ફેબ્રુઆરી મહિનામાં આ ડ્રાઈવ લોન્ચ થઈ શકે છે.
પોર્ટેબલ SSD T7ટચની કિંમત
500GB વેરિઅન્ટ: $129.99 (આશરે 9,200 રૂપિયા)
1TB વેરિઅન્ટ: $229.99 (આશરે 21,300 રૂપિયા)
2TB વેરિઅન્ટ: $399.99 (આશરે 28,500 રૂપિયા)
પોર્ટેબલ SSD T7ટચનાં બેઝિક સ્પેસિફિકેશન
- સેમસંગ પોર્ટેબલ SSD T7 ટચની રીડિંગ સ્પીડ 1050MBps અને રાઇટિંગ સ્પીડ 1000MBps છે. કંપનીએ SSD T5ની સફળતાને જોઈને આ ડ્રાઈવ લોન્ચ કરી છે. આ ડ્રાઈવમાં સેકન્ડ જનરેશન USB 3.2 પોર્ટ આપવામાં આવ્યું છે. કંપની ડ્રાઈવ પર 3 વર્ષની વોરંટી આપી રહી છે.
- ડ્રાઈવના ઉપોયગ માટે આપેલાં ફિંગર પ્રિન્ટ સેન્સરમાં AES 256 બિટ હાર્ડવેર એન્ક્રિપશન અને પાસવર્ડ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. ડ્રાઈવમાં બ્લૂ કલરની મોશન LED આપવામાં આવી છે. ડ્રાઈવને કોઈ PC અથવા લેપટોપ સાથે ક્નેક્ટ કરવામાં આવે તો આ લાઈટ ઓન થાય છે.
- ડ્રાઈવમાં એલ્યુમિનિયમ કેશિંગ આપવામાં આવ્યું છે. તેનું વજન 58 ગ્રામ છે. ડ્રાઈવ UASP મોડ, USB ટાઈપ-સી ટુ સી અને સી-2 એ કનેક્ટિવિટી અને RoHS2 સપોર્ટ કરે છે.
- આ ડ્રાઈવનાં બ્લેક અને સિલ્વર કલર વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યાં છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2TbAElW
No comments:
Post a Comment