ગેજેટ ડેસ્કઃ દુનિયાના સૌથી મોટા ઇલેક્ટ્રોનિક્સ શૉ CES 2020ની શરૂઆત 7 જાન્યુઆરીથી થશે.આ વર્ષે શૉની 53મી એડિશન યોજાનાર છે. વર્ષ 1967માં માત્ર 250 એક્ઝિબિટર્સ અને 17 હજાર વિઝિટર્સ સાથે શરૂ થયેલી CESના 52વર્ષના ઇતિહાસમાં આજસુધી 7 લાખથી વધારે પ્રોડક્ટ્સ લોન્ચ થઈ છે. શૉ માં વીસીઆર, ટીવી, કેમેરા, ડિજિટલ સેટેલાઇટ ટેક્નોલોજી, સેટેલાઇટ રેડિયો સહિતની અનેક ઇનોવેટિવ પ્રોડક્ટ્સ લોન્ચ થઈ છે.
આ વર્ષે શૉમાં આશરે 4500થી વધારે કંપનીઓ સામેલ થશે. 3D પ્રિન્ટિંગ, રોબોટિક્સ, ફિટનેસ, ગેમિંગ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને 5G કનેક્ટિવિટી સહિત કુલ 36 કેટેગરીમાં કંપનીઓ તેમની ઇનોવેટિવ પ્રોડક્ટ્સ રજૂ કરશે. આ વર્ષે CESમાં 20 હજારથી વધારે પ્રોડક્ટ્સ લોન્ચ કરવામાં આવશે.
લાઈફ સ્ટાઇલ બદલનાર ઇનોવેટિવ પ્રોડક્ટ્સ
70ના દાયકામાં

1.વીડિયો કેસેટ રેકોર્ડર: શૉમાંપ્રથમ વખત વીડિયો કેસેટ રેકોર્ડર (વીસીઆર) રજૂ થયું હતું.આ એક ઇલેક્ટ્રોમેગ્નેટિક ડિવાઇસ હતું. તેમાં લાગેલી મેગ્નેટિક ટેપ વીડિયો કેસેટમાં ટીવી અથવા અન્ય સોર્સના એનાલોગ ઓડિયો-વીડિયો કન્ટેન્ટને રેકોર્ડ કરે છે. મેગ્નેટિક ટેપ કેસેટમાં થયેલાં રેકોર્ડિંગને વીસીઆર પ્લેયરની મદદથી જોઈ શકાય છે.

લેઝર ડિસ્ક પ્લેયર: લેઝર ડિસ્કમાં સ્ટોર વીડિયો (એનાલોગ) અને ઓડિયો (એનાલોગ/ડિજિટલ) કન્ટેન્ટ જોવા અને સાંભળવા માટે લેઝર ડિસ્ક પ્લેયર ડિઝાઇન કરવામાં આવ્યું હતું. લેઝર ડિસ્ક પ્લેયર બજારમાં આવેલી પ્રથમ ઓપ્ટિકલ ડિસ્ક હતી. સૌથી પહેલાં તેને એમસીએ ડિસ્કો વિઝન દ્વારા રજૂ કરવામાં આવી હતી.
80ના દાયકામાં

2.કોમ્પેક્ટ ડિસ્ક પ્લેયર:સીડી પ્લેયરને ઓડિયો કોમ્પકેટ ડિસ્કના ડેટા પ્લે કરવા માટે બનાવવામાં આવ્યું હતું. તે હોમ સ્ટીરિયો સિસ્ટમનો એક ભાગ હતો.તેનું વેચાણ 1982માં શરૂ થયું હતું. તેનો ઉપયોગ ઘરમાં ઉપયોગ કરવામાં આવતી મ્યૂઝિક સિસ્ટમ સહિત કારના ઓડિયો સિસ્ટમ, પર્સનલ કમ્પ્યૂટરમાં પણ કરી શકાય છે.

કેમકોર્ડર: વીડિયો કેમેરા અને વીડિયો કેસેટને ભેગા કરીને કેમકોર્ડર બનાવવામાં આવ્યું હતું. સૌ પ્રથમ મેગ્નેટિક ટેપ બેઝ્ડ કેમકોર્ડર બજારમાં આવ્યાં હતાં. તેમાં વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવતી હતી. વર્ષ 2006 થી તેમાં ડિજિટલ રેકોર્ડિંગની શરૂઆત થઈ હતી.
90ના દાયકામાં

3.ડિજિટલ સેટલાઈટ સિસ્ટમ (DSS): ડિજિટલ સેટલાઈટ સિસ્ટમને સેટેલાઇટ ટેલિવિઝન ટ્રાન્સમિશનએ વેગ આપવા માટે તૈયાર કરવામાં આવી હતી. ત્યારબાદ દુનિયાભરમાં DTH સેવાઓ પોપ્યુલર બની હતી.

ડિજિટલ વર્સેટાઈલ ડિસ્ક (DVD): ડિજિટલ વર્સેટાઈલ ડિસ્ક ઓપ્ટિકલ ડિસ્ક સ્ટોરેજ ફોર્મેટ છે. તેમાં સીડીની સરખામણીએ વધારે સ્ટોરેજ કેપેસિટી મળે છે. તેમાં સોફ્ટવેર, કમ્પ્યૂટર ફાઇલ્સ સહિતના ઓડિયો-વીડિયોનું સ્ટોરેજ કરી શકાય છે.

હાઈ ડેફિનેશન ટેલિવિઝન (HDTV): HDTVમાં હાઈ ડેફિનેશનમાં પિક્ચર ક્વોલિટી મળે છે. તે સામાન્ય ટીવી કરતાં વધારે ક્લીયર અને ડિટેઇલ પિક્ચર ક્વોલિટી આપે છે. રેગ્યુલર ટીવી ની સરખામણીએ આ ટીવીમાં 5ગણી વધારે સારી પિક્ચર ક્વોલિટી આપે છે. વર્ષ 2000માં આ ટીવીએ દુનિયાભરમાં પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી હતી.
2000-2010

4.સેટેલાઈટ રેડિયોઃ આ એક પ્રકારનું ડિજિટલ બ્રોડકાસ્ટ છે. સેટેલાઈટ રેડિયો, રેગ્યુલર રેડિયોની સરખામણીમાં વધારે ક્લિયર અને સ્થિરતાથી ઓડિયો સિગ્નલ ટ્રાંસમિટ કરે છે. આ ગ્રાઉન્ડ બેઝ સ્ટેશનથી અંતરિક્ષમાં રહેલ એકથી વધારે સેટેલાઈટને સિગ્નલ મોકલવાનું કામ કરે છે.

માઈક્રોસોફ્ટ એક્સબોક્સઃ એક્સબોક્સ માઈક્રોસોફ્ટની વીડિયો ગેમ બ્રાન્ડ છે. તેના દ્વારા માઈક્રોસોફ્ટે ગેમિંગ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. તેના દ્વારા કંપનીએ સોની અને સેગા જેવી દિગ્ગજ કંપનીઓને ટક્કર આપી હતી.

પ્લાઝ્મા ટીવી: પ્લાઝ્મા ટીવી, ટેલિવિઝન ડિસ્પ્લે ટેક્નોલોજીનો એક પ્રકાર છે. તેમાં સ્ક્રીન પર દરેક પિક્સલને પ્લાઝ્મા (એટલે કે ચાર્જ્ડ ગેસ) દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે. LCDની સરખામણીમાં પ્લાઝ્મા ટીવીમાં પણ વિઝિબિલિટી મળે છે.

બ્લૂ રે ડિસ્કઃ ‘CD’ (કોમ્પેક્ટ ડિસ્ક) અને ‘DVD’ (ડિજિટલ વર્સટાઇલ ડિસ્ક) ની જેમ બ્લૂ રે ડિસ્ક પણ એક પ્રકારની ડિજિટલ ડિસ્ક ડેટા સ્ટોરેજ ફોર્મેટ છે. તેમાં DVDની સરખામણીમાં કલાકો સુધીનો HD વીડિયો સ્ટોર કરી શકાય છે. તેને માત્ર બ્લૂ રે ડિસ્ક પ્લેયરમાં ચાલુ કરી શકાય છે.

HD રેડિયોઃ HD (હાઈ ડેફિનેશન) રેડિયો ઈન-બેન્ડ ઓન ચેનલ ડિજિટલ રેડિયો ટેક્નોલોજી છે જે ‘AM’ (ઍમ્પ્લિટ્યૂડ મૉડ્યુલેશન) અને ‘FM’ (ફ્રીક્વન્સિ મૉડ્યુલેશન)રેડિયો સ્ટેશન માટે ઉપયોગ કરવામાં આવે છે. રેગ્યુલર રેડિયોની સરખામણીમાં HD રેડિયો ન માત્ર ઓડિયો ક્વોલિટી આપે છે પરંતુ તેની રેન્જ પણ વધારે હોય છે. તેનો વધારે ઉપયોગ યુરોપના દેશોમાં થાય છે.

IP ટીવીઃ IP ટેલિવિઝન (IPટીવી) ઈન્ટરનેટ પ્રોટોકોલ (IP) નેટવર્ક પર ટેલિવિઝન કન્ટેન્ટની ડિલિવરી કરે છે. તે પરંપરાગત સ્થાનિક, ઉપગ્રહ અને કેબલ ટેલિવિઝન ફોર્મેટથી એકદમ અલગ છે. તે યુઝરને ગમે ત્યાં અને ગમે ત્યારે વિડિઓ-ઓડિયો કન્ટેન્ટ જોવા અને સાંભળવાની સુવિધા પ્રદાન કરે છે.

આઈફોન (1st જનરેશન): CESમાં એપલે પોતાનો ફર્સ્ટ જનરેશન આઈફોન લોન્ચ કર્યો હતો. ત્યારબાદ જૂન 2007માં તેને અમેરિકાના માર્કેટમાં લોન્ચ આઈફોન કરવામાં આવ્યો હતો. જો કે, એક વર્ષ બાદ કંપનીએ તેને બનાવવાનું બંધ કરી દીધું હતું. ફોનનાં કુલ 61 લાખ યુનિટ વેચાયા હતા. ફોનમાં માત્ર 128 MB રેમ હતી.

OLED ટીવીઃ OLED એક ટેલિવિઝન ડિસ્પ્લે ટેક્નોલોજી છે જે ઓર્ગેનિક લાઈટ અમિટિંગ ડાયોડની વિશેષતાઓ પર આધારિત છે. તેમાં બે કંડક્ટર વચ્ચે એક પાતળી ઓર્ગેનિક ફિલ્મ લગાવવામાં આવેલી હોય છે જેનાથી તેમાં કરન્ટ પ્રસાર થાય છે, તે બ્રાઈટ લાઈટને ઉત્સર્જન કરે છે.

3D HDટીવીઃ CES પહેલી વખત હાઈ ડેફિનેશન 3D ટીવીને રજૂ કરવામાં આવ્યું હતું. તે સામાન્ય ટેલિવિઝન સેટથી એકદમ અલગ હતું. તેમાં સ્ટીરિયોસ્કોપિક ડિસ્પ્લે, મલ્ટી-વ્યૂ ડિસ્પ્લે જેવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 3D ટીવીમાં કન્ટેન્ટ જોવા માટે એક ખાસ ચશ્માનો ઉપયોગ કરવાનો હોય છે.

ટેબલેટ, નોટબુક અને એન્ડ્રોઈડ ડિવાઈસઃ 2010માં પહેલી વખત CESમાં ઘણી કંપનીઓએ એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ બેઝ ડિવાઈસ રજૂ કર્યા હતા. તે ઉપરાંત શોમાં ટેબલેટ અને નોટબુક પણ હતી. ફોનની સરખામણીએ ટેબલેટ સાઈઝમાં મોટું હોય છે, જ્યારે નોટબુક એ લેપટોપનો એક પ્રકાર છે.
2011-2015

5.કનેક્ટેડ ટીવીઃ પહેલી વખત સમગ્ર વિશ્વની સામે એવું ટીવી રજૂ કરવામાં આવ્યું જેમાં ઈન્ટરનેટનો ઉપયોગ કરવાની સુવિધા આપવામાં આવી હતી. આ ટીવી દ્વારા યુઝરને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સહિત ઈન્ટરનેટ એક્સેસ કરવાની સુવિધા મળી હતી.

ડ્રાઈવરલેસ કાર ટેક્નોલોજીઃ 2013માં ડ્રાઈવરલેસ ટેક્નિક રજૂ કરવામાં આવી હતી. આ ટેક્નિકમાં કાર કોઈ ડ્રાઈવરથી નહીં પણ સેન્સર અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સટેક્નિકની મદદથી ચાલે છે. તેને ઓટોનોમસ વ્હીકલ, રોબો કાર અને ક્નેક્ટેડ વ્હીકલ પણ કહેવામાં આવે છે.

3D પ્રિન્ટરઃ 2014માં 3D પ્રિન્ટિંગ ટેક્નિકનો વિકાસ થઈ ગયો હતો. આ ટેક્નિક દ્વારા થ્રી-ડાઈમેન્શલ ઓબ્જેક્ટ એક પ્રકારના પ્રિન્ટથી બનાવવામાં આવ્યું હતું. તે સામાન્ય પ્રિન્ટર કરતા તદ્દન અલગ છે. તેમાં ઈંકની જગ્યાએ અલગ અલગ સિમેન્ટ, પ્લાસ્ટિક જેવી વિવિધ સામગ્રીનો ઉપયોગ કરી શકાય છે.

વિયરેબલ ટેકનોલોજીઃ વિયરેબલ ટેક્નોલોજીનો વિકાસ પણ 2014માં થયો હતો. ઘણી કંપનીઓ એવા ડિવાઈસ રજૂ કર્યા હતા જેને પહેરી શકાય છે. આ ડિવાઈસ યુઝરની તમામ પ્રવૃતિઓને માત્ર ટ્રેક કરે છે પણ કોઈ ભૂલ થાય તો તેમને એલર્ટ પણ કરે છે.

વર્ચ્યુઅલ રિયાલિટી ડિવાઈસઃ વર્ચ્યુઅલ રિયાલિટી એ કમ્પ્યુટર ટેકનોલોજીનો એક પ્રકાર છે, જેના દ્વારા વર્ચ્યુઅલ દુનિયાને તૈયાર કરવાનું શક્ય થયું. તેને તૈયાર કરવા માટે ખાસ હાર્ડવેર અને સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં એક હેલ્મેટ જેવું ડિવાઈસ હોય છે જેને પહેરીને યુઝર વર્ચ્યુઅલ દુનિયામાં હોવાનો અહેસાસ થાય છે.
2019

ફ્રેમલેસ ટીવીઃ HD,OLED ટીવી બાદ હવે ફ્રેમ લેસ ટીવી માર્કેટમાં ડેબ્યુ કરવાની તૈયારીમાં છે. સેમસંગ જેવી કંપનીઓ પોતાનું પહેલું ટ્રૂલી બેઝલ લેસ સ્માર્ટ ટીવી માર્કેટમાં ઉતારવાની તૈયારીમાં છે. તેમાં ફ્રેમ દેખાશે નહીં. તેને ફોટો ફ્રેમની જેમ પણ ઉપયોગ કરી શકાશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2QrKIFy
No comments:
Post a Comment