Sunday, 5 January 2020

લાસ વેગસમાં યોજાનાર દુનિયાના સૌથી મોટા ઇલેક્ટ્રોનિક્સ શૉમાં સ્માર્ટ લોક, સ્માર્ટ ડિશ વોશર સહિતની અનેક પ્રોડક્ટ્સ રજૂ થશે

ગેજેટ ડેસ્કઃ દુનિયાનો સૌથી મોટો ઇલેક્ટ્રોનિક્સ શૉ ‘CES 2020’ મંગળવારથી લાસ વેગસમાં શરૂ થશે. આ વર્ષનાં શૉમાં મુખ્ય આકર્ષણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, 5G કનેકિટવિટી, ફોલ્ડેબલ સ્માર્ટફોન, રોબોટિક્સ સહિત સ્માર્ટ હોમ પ્રોડક્ટ્સ રહેશે. શૉમાં ગૂગલ અને એમેઝોન સહિત ઘણી કંપનીઓ પોતાની સ્માર્ટ હોમ પ્રોડક્ટ્સ રજૂ કરશે, જેમાં બાયોમેટ્રિક્સ સિક્યોરિટી કેમેરા, સ્માર્ટ ડસ્ટબિન અને સ્માર્ટ લૉક સામેલ છે. રિસર્ચ ફર્મ IDCના રિપોર્ટ મુજબ સ્માર્ટ સ્પીકર્સને મળેલી સફળતા પછી નેટ કનેક્ટેડ હોમ પ્રોડક્ટ્સની ડિમાન્ડમાં 24% વધારો થયો છે.

1.મોક્સી: વોઇસ અસિસ્ટન્ટ ફીચરથી સજ્જ સ્માર્ટ શાવર


CES 2020 દરમિયાન બાથરૂમ ફિટિંગ બનવાતી કંપની કોહલર તેનો સ્માર્ટ શાવર ‘મોક્સી’ રજૂ કરશે. તે કંપનીની ઇનોવેટિવ અને ઇન્ટેલિજન્ટ ટોઇલેટ પ્રોડક્ટ રેન્જનો એક ભાગ છે. તેમાં હર્મન કાર્ડોનનું વોટર પ્રૂફ રિમૂવેબલ સ્માર્ટ સ્પીકર અટેચ કરવામાં આવ્યું છે. તેમાં વોઇસ અસિસ્ટન્ટ ફીચર પણ આપવામાં આવ્યું છે. યુઝર તેની સુવિધા અનુસાર શાવર હેડને અલગ પણ કરી શકે છે.

2.સ્માર્ટીપેન્સ: રેસિપી રેકોર્ડ કરતું ફ્રાઈંગ પેન


સ્માર્ટીપેન્સ એક ફ્રાઈંગ પેન છે, જે યુઝરને સ્માર્ટ કૂક બનાવે છે. આ પેન યુઝરની રેસિપી રેકોર્ડ કરી શકે છે. આ પેન કૂકિંગ કરતી વખતે અલગ અલગ સામગ્રીનું વજન અને તેનું તાપમાન નોંધીને તેને એપનાં માધ્યમથી યુઝર સુધી પહોંચાડે છે.

3. Inirv: વોઇસ અસિસ્ટન્ટથી સજ્જ સ્માર્ટ નૉબ


આ ટેક્નોલોજી ગેસ સ્ટવના પારંપરિક નૉબને સ્માર્ટ ડાયલ બનાવશે. વોઇસ અસિસ્ટન્ટથી સજ્જ Inirv સ્માર્ટ ડાયલ યુઝરને બોલીને ગેસ સ્ટવનો નૉબ ઓન-ઓફ કરવા માટે કમાન્ડ આપશે. ગેસ ચાલુ રાખીને યુઝર ગેસ સ્ટવની આસપાસ એક નિશ્ચિત સમય સુધી ન દેખાય તો તે ઓટોમેટિવ ગેસ ઓફ કરી દેશે.

4. પેન્ટ્રીઓન: ગ્રોસરી ટ્રેક કરતું સ્માર્ટ શેલ્ફ


આ ટેક્નોલોજી સ્માર્ટ શેલ્ફની મદદથી કામ કરે છે. આ સ્માર્ટ શેલ્ફ તેમાં રાખેલી ગ્રોસરી આઈટેમ્સ પર નજર રાખે છે અને તેનું સ્ટોરેજ પૂરું થવા આવે ત્યારે ઓટોમેટિક શોપિંગ લિસ્ટ તૈયાર કરે છે.

5. બ્રાઇટલોક: આ સ્માર્ટ લોક લાઈટ પેટર્ન પર કામ કરશે


CES 2020 શૉમાં દુનિયાનું પ્રથમ લાઈટ ડિટેક્ટિંગ બેઝ્ડ સ્માર્ટ લોક પણ રજૂ થશે. ‘બ્રાઇટલોક’ સ્માર્ટફોન ફ્લેશની લાઈટની પેટર્નને ઓળખીને ડોર (દરવાજો) અનલોક કરે છે. આ સિસ્ટમને માત્ર 5 મિનિટમાં ઇન્સ્ટોલ કરી શકાય છે. સ્માર્ટ લોકને એપનાં માધ્યમથી કન્ટ્રોલ કરી શકાય છે. યુઝર તેનાં ફેમિલી મેમ્બર્સ અને મિત્રોને લાઈટ બેઝ્ડ કોડ શેર પણ કરી શકે છે.

6. ટોન્યૂ: યુઝર આવતાની સાથે જ ડસ્ટબિનનું ઢાંકણું આપોઆપ ખુલશે


ડસ્ટબિનના રિપ્લેસમેન્ટ તરીકે ટોન્યૂને જોઈ શકાય છે. આ એક સ્માર્ટ ડસ્ટબિન છે. તે મોશન સેન્સિંગ સેન્સર પર કામ કરે છે, યુઝર નજીક આવતાની સાથે ડસ્ટબિનનું ઢાંકણું આપોઆપ ખૂલી જાય છે. કચરાપેટી ફુલ થતાની સાથે જ યુઝરને અલર્ટ કરે છે.

7. લુઆ: છોડમાં પાણી નાખવા માટે કૂંડું યુઝરને અલર્ટ કરશે


શૉમાં સ્માર્ટ કૂંડું લુઆ આકર્ષણનું કેન્દ્ર રહેશે. તેમાં એક નાની ડિસ્પ્લે છે. આ કૂંડામાં ઘણા સેન્સર છે. પાણી અને સૂર્યપ્રકાશની જરૂર પડવા પર તે અલગ-અલગ એક્સપ્રેશન બનાવીને યુઝરને અલર્ટ કરશે. આ હાવભાવ પાલતુ પ્રાણી જેવા હશે.

8. મોરસ ઝીરો: સ્માર્ટ ડ્રાયર વેક્યુમ સિસ્ટમથી કપડાં સૂકવશે


મોરસ ઝીરો એક ડ્રાયર છે. કપડાં સૂકવવા માટે તે વેક્યુમ સિસ્ટમ પર કામ કરે છે. કંપનીનું કહેવું છે કે, હીટ બેઝ્ડ મોડેલની તુલનામાં આ ડ્રાયર વધારે એનર્જી એફિશિયન્ટ છે.

9. બૉબ: સ્માર્ટ ડિશ વોશર અમુક જ સેકન્ડમાં વાસણ સાફ કરશે


કંપનીએ દાવો કર્યો છે કે, આ દુનિયાનું સૌથી નાનું ડિશ વોશર છે. તે બે લોકોના વાસણ આરામથી સાફ કરી શકે છે.

10. એથિના: બાયોમેટ્રિક કેમેરા આગથી બચાવશે


Amaryllo કંપની શૉમાં દુનિયાનો પ્રથમ બાયોમેટ્રિક સિક્યોરિટી કેમેરા એથિના લઈને આવી રહી છે. આ કેમેરા લોકોના ચહેરા અને અવાજની મદથી ફેમિલી, ફ્રેન્ડ્સ અને અજાણ્યા લોકોને ઓળખી લે છે. આ ઉપરાંત એ આગને મહેસૂસ કરીને યુઝરને અલર્ટ કરશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
The world's largest electronics show CES 2020 will held in Las Vegas will feature several products, including smart lock, smart dish washer


from Divya Bhaskar https://ift.tt/2ZW8tIZ

No comments:

Post a Comment