Friday, 3 January 2020

ડાયમંડ શૅપ કેમેરા સેટઅપ ધરાવતો વિવો કંપનીનો સ્માર્ટફોન ‘વિવો s1 પ્રો’ લોન્ચ થયો, કિંમત ₹ 19,990

ગેજેટ ડેસ્કઃ ચાઈનીઝ ટેક કંપની વિવોએ તેનો લેટેસ્ટ સ્માર્ટફોન ‘વિવો s1 પ્રો’ ભારતમાં લોન્ચ કર્યો છે. આ ફોનની કિંમત 19,990 રૂપિયા છે. આ ફોનમાં ડાયમંડ શૅપ ધરાવતું ચાર રિઅર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. ફોનનાં 8GB+128GB સિંગલ વેરિઅન્ટને લોન્ચ કરવામાં આવ્યું છે. ફોનનાં મિસ્ટિક બ્લેક, જેઝી બ્લૂ અને ડ્રીમી વ્હાઈટ કલર વેરિઅન્ટ લોન્ચ કરવામાં આવ્યાં છે.

ફોનમાં એન્ડ્રોઇડ પાઈ ઓપરેટિંગ સિસ્ટમ અને કવૉલકોમ સ્નેપડ્રેગન 665 પ્રોસેસર આપવામાં આવ્યું છે. સિક્યોરિટી માટે ફોનમાં ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.

ઓફર

  • ફોનની ખરીદી કંપનીની ઓફિશિયલ વેબસાઈટ, એમેઝોન, ફ્લિપકાર્ટ અને રિટેલ સ્ટોર્સ પરથી કરી શકાશે.
  • ઓફલાઈન ફોનની ખરીદી ICICI બેંકનાં ક્રેડિટ અને ડેબિટ કાર્ડથી કરવાથી 10%નું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
  • ઓનલાઇન ફોનની ખરીદી ICICI બેંકનાં ક્રેડિટ કાર્ડથી EMIનાં માધ્યમથી કરવાથી 10%નું ડિસ્કાઉન્ટ મળશે.
  • આ સિવાય HDFC બેંકનાં કાર્ડથી ખરીદી કરવા પર પણ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. 31 જાન્યુઆરી સુધી જિઓ તરફથી 12,000 રૂપિયા સુધીનું બેનિફિટ આપવામાં આવશે.

કનેક્ટિવિટી માટે ફોનમાં 4G LTE, ડ્યુઅલ બેન્ડ વાઈફાઈ, બ્લુટૂથ વર્ઝન 5.0, GPS, AGPS, 3.5mm ઓડિયો જેક, FM રેડિયો અને USB ટાઈપ-સી પોર્ટ આપવામાં આવ્યું છે.

‘વિવો s1 પ્રો’નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લેસાઈઝ 6.38 ઇંચ
ડિસ્પ્લે ટાઈપ ફુલ HD+ (2340×1080)
પ્રોસેસર ક્વૉલકોમ સ્નેપડ્રેગન 655
OS એન્ડ્રોઇડ પાઈ 9.2
રેમ 8GB
સ્ટોરેજ 128GB એક્સપાન્ડેબલ 256GB
રિઅર કેમેરા 48MP+ 8MP + 2MP + 2MP
ફ્રન્ટ કેમેરા 32MP
બેટરી 4500mAh વિથ 18 વૉટ ડ્યુઅલ એન્જિન ફાસ્ટ ચાર્જિંગ


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Vivo company smartphone 'Vivo S1 Pro' with Diamond Shape Camera setup launches, priced ₹ 19,990
Vivo company smartphone 'Vivo S1 Pro' with Diamond Shape Camera setup launches, priced ₹ 19,990


from Divya Bhaskar https://ift.tt/2tv1KJW

No comments:

Post a Comment